Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsGujaratઆ તે પોલીસ સ્ટેશન કે પ્રકૃતિ જંક્શન?

આ તે પોલીસ સ્ટેશન કે પ્રકૃતિ જંક્શન?

સામાન્ય રીતે પોલીસ સ્ટેશનનું નામ પડે એટલે ગુનેગારો અને ગુનો ન કર્યો હોય એવા સામાન્ય લોકોય ફફડે. વગર કારણે જેના પગથિયાં ચડવાનું મન ન થાય એવી જગ્યા એટલે પોલીસ સ્ટેશન.

પણ તમે ક્યારેય એવું પોલીસ સ્ટેશન જોયું છે કે જ્યાં કારણ વગર ય એ જોવા જવાનું મન થાય?

આ વાત છે એક એવા પોલીસ સ્ટેશનની, જે જોવા જવાનું મન થાય એવું તો છે જ, પણ સાથે સાથે અહીંથી લોકો પર્યાવરણ સુરક્ષાનો એક સંદેશ પણ લઇને જાય છે. આવું એક પોલીસ સ્ટેશન એટલે સુરત જિલ્લાનું ઉમરપાડા પોલીસ સ્ટેશન. અહીના પોલીસ કર્મીઓએ એક નવતર પ્રયોગ દ્વારા પર્યાવરણ સુરક્ષાનું એક અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.એ પણ નોંધી લો કે, વર્ષ 2020થી આ પોલીસ સ્ટેશનને ગ્રીન પોલીસ સ્ટેશન તરીકેની એક નવી ઓળખ મળી છે.

આ પોલીસ સ્ટેશનને સામાન્યમાંથી સ્પેશ્યલ બનાવવાનો શ્રેય મળે છે અહીંના PSI કેડી ભરવાડને. કે.ડી.ભરવાડની સુરતના ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં 7 જુલાઈ 2019ના બદલી થઈ હતી. જ્યાં તેમણે અસ્થવ્યસ્થ પોલીસ સ્ટેશન મળ્યું હતું. જે બાદ સમય અંતરે ધીરે ધીરે સફાઈ કામથી પોલીસ સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી. કે.ડી.ભરવાડે પોલીસ સ્ટેશનમાં વેસ્ટમાંથી બેસ્ટ પધ્ધતિથી કિચન ગાર્ડન બનાવ્યું. જેમાંથી ઉગતા શાકભાજી પોલીસ સ્ટેશનના કર્મચારીઓને ઉપયોગમાં આવતા. આ ઉપરાંત, પોલીસ સ્ટેશનમાં પાણી અછત થવાથી ચોમાસાનું પાણી એકત્ર કરવા માટે વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ પણ મૂકવામાં આવી. એ પછીથી અહીં પાણીની અછત સર્જાતી નથી.

ઉમરપાડા પોલીસ સ્ટેશનના વર્તમાન PSI અર્જુન સાંબડ ચિત્રલેખા.કોમને કહે છે કે હાલ અમારા પોલીસ સ્ટેશનમાં સમાધાન કક્ષ, કિચન ગાર્ડન, વોટર હાર્ડ વેસ્ટીગ સ્ટોરેજ પ્લાન, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ જેવી સુવિધા ઉપલબ્ધ છે. કિચન ગાર્ડનના તમામ છોડ અને ઝાડને તમામ કર્મચારીઓને વહેંચી દેવામાં આવ્યા છે. જેથી કરીને તમામ કર્મચારી પોતાના છોડ-ઝાડની સરખી માવજત કરી શકે. અમારા પોલીસ સ્ટેશન નજીક પાણી તકલીફને લઈ અમે લગભગ 15000 લીટરનું વોટર હાર્ડ વેસ્ટીગ સ્ટોરેજ પ્લાન પણ બનાવ્યો છે. જ્યારે તમામ લોકોમાં ટ્રફિક અવેરનેસ, વ્યસન મુક્તિ અને સ્વચ્છ અભિયાન માટે પોલીસ સ્ટેશનની દિવાલ ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે.

(તેજસ રાજપરા – અમદાવાદ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular