Saturday, January 10, 2026
Google search engine
HomeNewsGujaratઇપ્સિતા સેનગુપ્તાને જર્મનીમાં આંતરરાષ્ટ્રીય શિષ્યવૃત્તિ "FEMTEC" એનાયત કરાઇ

ઇપ્સિતા સેનગુપ્તાને જર્મનીમાં આંતરરાષ્ટ્રીય શિષ્યવૃત્તિ “FEMTEC” એનાયત કરાઇ

ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IITRAM) ખાતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ (બેચ 2017- 2021)ની BTechની ભૂતપૂર્વ વિદ્યાર્થી ઇપ્સિતા સેનગુપ્તાને જર્મનીમાં સ્ટેમમાં મહિલાઓ માટે અત્યંત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય શિષ્યવૃત્તિ “FEMTEC” એનાયત કરવામાં આવી છે. STEM ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે આ શિષ્યવૃત્તિ હાંસલ કરવા માટે જર્મનીની ટોચની નવ શ્રેષ્ઠ યુનિવર્સિટીઓના 50 વિદ્યાર્થીઓમાં ઇપ્સિતા એક છે.

જર્મનીની યુનિવર્સિટી ઓફ સ્ટુટગાર્ટમાં અનેક વિદ્યાર્થિઓએ શિષ્યવૃતિ માટે કતારમાં હતા. ઇપ્સિતા આ પ્રતિષ્ઠિત શિષ્યવૃત્તિ માટે પસંદ કરાયેલા પાંચ વિદ્યાર્થીઓમાંથી એક છે. મૂળ બંગાળની અને અમદાવાદમાં અભ્યાસ કરતી ઇપ્સિતા હાલ જર્મનીમાં ભારતનું નામ રોશન કરી રહી છે. આ પસંદગી પ્રક્રિયામાં કઠોર દ્વિ-સ્તરીય પદ્ધતિનો સમાવેશ થાય છે.  ઇન્ટરવ્યુમાં એમેઝોન, મર્સિડીઝ, પોર્ચે વગેરે જેવી અગ્રણી ઔદ્યોગિક કંપનીઓ તેમજ વિશ્વની ટોચની યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ દ્વારા પ્રશ્નોતરી કરવામાં આવી હતી. આ હાર્ડ ઇન્ટરવ્યુમાં ઇપ્સિતા પાસ થઇને પાંચ બેસ્ટ વિદ્યાર્થિઓમાં સામેલ થઇ હતી. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ઇપ્સિતા સેનગૃપ્તાએ કહ્યું કે મને ગર્વ છે કે મારી પસંદગી આ શિષ્યવૃત્તિ માટે કરવામાં આવી છે. જૂન મહિનાથી શરૂ થતી આ સ્કોલરશીપ આગામી એક વર્ષ સુધી મળશે.

નોંધનીય છે કે આ પ્રતિષ્ઠિત FEMTEC શિષ્યવૃત્તિ STEM ડોમેનમાં અસાધારણ તાલીમ કાર્યક્રમો, અનન્ય ઔદ્યોગિક મુલાકાતો અને અમૂલ્ય નેટવર્કિંગ તકો પ્રદાન કરે છે. આ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરીને, ઇપ્સિતા અને તેની સાથેના અન્ય વિદ્યાર્થિઓને કારકિર્દીની ઉચ્ચ તક મળશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular