Thursday, May 22, 2025
Google search engine
HomeNewsGujaratAMAમાં ‘આધ્યાત્મિક ગુણાંક સાથે જોડાવા’ પર ચર્ચા કરવા આમંત્રણ

AMAમાં ‘આધ્યાત્મિક ગુણાંક સાથે જોડાવા’ પર ચર્ચા કરવા આમંત્રણ

અમદાવાદઃ બૌદ્ધ ફિલસૂફીમાં ડોક્ટરેટની પદવી મેળવનાર ગેશે તાશી બિનસાંપ્રદાયિક નીતિશાસ્ત્રમાં શિક્ષણ આપે છે અને ભારત, વિયેતનામ, મલેશિયા, ફ્રાન્સ, થાઇલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોમાં બૌદ્ધ ફિલસૂફી શીખવે છે. ગેશે જામ્યાંગ તાશીએ દક્ષિણ ભારતની સેરા જય મઠના યુનિવર્સિટીમાંથી બૌદ્ધ ફિલોસોફીમાં ડોક્ટરેટ અને ધર્મશાળાના સિદબારીમાં ગ્યુટો તાંત્રિક કૉલેજમાંથી ડોક્ટરેટની પદવી મેળવી છે. તેમને સેરા જે મોનાસ્ટિક યુનિવર્સિટી તરફથી સર્વોચ્ચ સન્માન સાથે ‘લહરામપા ગેશે’ ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

AMA વિવિધ પ્રવૃત્તિ કેન્દ્રો દ્રારા મેનેજમેન્ટના સિદ્ધાંતો અને વ્યવહારમાં વિચારો, જ્ઞાન અને અનુભવના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે. AMAમાં ૨૪ ઓગસ્ટે લદ્દાખના થિક્સે મોનેસ્ટ્રી લાઇબ્રેરી અને લર્નિંગ સેન્ટરના ડિરેક્ટર ગેશે જામ્યાંગ તાશી દ્વારા “ઉદ્દેશ સંચાલિત મેનેજમેન્ટ: આપના S.Q. (આધ્યા ત્મિક ગુણાંક) સાથે જોડાવા” વિષય પર સાંજે ૬:૩૦થી ૭:૪૫ વાગ્યા સુધીમાં વિચારવિમર્શ યોજાશે.

હાલમાં, તેઓ થિક્સે શેસરાપ સ્કડટસલ લિંગ લાઇબ્રેરી અને લર્નિંગ સેન્ટર, લદ્દાખના ડિરેક્ટર છે, જે તમામ બૌદ્ધ દેશોની લગભગ દરેક ભાષામાં વિશ્વ કક્ષાના બૌદ્ધ શૈક્ષણિક સંસાધનો માટે પ્રખ્યાત છે. તેમને તેમની સમર્પિત સેવા અને ઉપદેશો માટે ઓલ લદ્દાખ સ્ટુડન્ટ એસોસિએશન દ્રારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલમાં, તે લદ્દાખમાં “સાબુ વિલેજ યુથ હોસ્ટેલ પ્રોજેક્ટ”નું પણ નેતૃત્વ કરે છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular