Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsGujaratસાબરમતીના તટે ઇન્ડિયન એરફોર્સ લાઇવ બેન્ડ કોન્સર્ટનું આયોજન

સાબરમતીના તટે ઇન્ડિયન એરફોર્સ લાઇવ બેન્ડ કોન્સર્ટનું આયોજન

અમદાવાદઃ ભારતીય વાયુ સેના દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ અંતર્ગત અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટરમાં લાઇવ બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુ સેનાના શૂરવીરો દ્વારા સાબરમતીના તટને દેશભક્તિના સૂરોની સુરાવલીઓથી ગુંજતો કરવામાં આવ્યો હતો.

સેનાના સૈનિકોએ સંગીત કળાથી દેશદાઝ પ્રગટાવતા વિવિધ ગીતો આગવી શૈલીમાં લોકો સમક્ષ રજૂ કરીને સૌનાં દિલ જીત્યાં હતાં. બેન્ડ માસ્ટર મનોરંજન ઠાકુર દ્વારા માર્શલ ટ્યુન વાયુશક્તિ પ્લે કરવામાં આવી હતી.

તદુપરાંત, વિવિધ દેશભક્તિનાં ગીતો દ્વારા સમગ્ર વાતાવરણને દેશભક્તિપૂર્ણ બનાવવામાં આવ્યું હતું. આ લાઇવ કોન્સર્ટમાં સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC)ના વડા વિક્રમસિંહ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા સહિત વાયુસેનાના અધિકારી ગણ તેમના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular