Saturday, September 6, 2025
Google search engine
HomeNewsGujaratભારત 2030 સુધીમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશેઃ અદાણી

ભારત 2030 સુધીમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશેઃ અદાણી

અમદાવાદઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી હાલમાં જ વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયોનર ઇન્ડેક્સમાં તેઓ બર્નાર્ડ આર્નાલ્ટને પાછળ રાખીને બીજા ક્રમાંકે પહોંચી ગયા છે. તેમણે સિંગાપુરમાં 26 અને 27 સપ્ટેમ્બરે યોજાયેલી 20મી ફોર્બ્સની ગ્લોબલ CEO કોન્ફરન્સને સંબોધતાં કહ્યું હતું કે અહીં આવવું એક સન્માનની વાત છે. કોરોના રોગચાળાને કારણે ત્રણ વર્ષના અંતરાલ પછી એક ફિઝિકલ મીટિંગમાં આવવાથી મને આનંદ થયો છે. કોરોનાને લીધે વર્ચ્યુઅલ મીટિંગમાં મને એવો અનુભવ થતો હતો કે હું પણ કાયમી સ્વરૂપે ક્લાઉડમાં છું.

આપણે બધા જાણીએ છીએ કે છેલ્લાં થોડા દાયકાઓમાં વિશ્વનો આર્થિક ગ્રોથ નોંધપાત્ર રહ્યો છે. આ સંદર્ભે કોન્ફરન્સની થીમ- ધ વે ફોર્વર્ડ (આગળનો રસ્તો) બહુ આકર્ષક છે, કેમ કે જે દ્રષ્ટિકોણથી તમે અને હું જોઈએ છે એકસમાન ના જ હોઈ શકે. વળી વિશ્વ સપાટ છે. આપણએ એવું માનવા લાગ્યા હતા કે ડિજિટલ ક્રાંતિએ દેશની સરહદો ભૂંસી નાખી છે. જેથી સરહદ વિનાના વિકાસ માટે અમર્યાદિત તકો રહેલી છે.વિશ્વમાં કોણે એવું વિચાર્યું હતું કે માત્ર 36 મહિનામાં આપણી દુનિયા બદલાઈ જશે. માગમાં સમયાંતરે મોટો ઉછાળો, પણ પુરવઠામાં ખેંચને કારણે ફુગાવો 40 વર્ષની ટોચે પહોંચી જશે, જેથી અનેક ફેડરલ બેન્કો ધારણા કરતાં વધુ વ્યાજદરોને વધારી દેશે અને જેથી અર્થતંત્ર મંદીની ગર્તામાં જવાની ભીતિ છે. જોકે આજે આ વાસ્તવિકતા છે.

તેમણે કહ્યું હતું કે હાલમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે અને વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજું અર્થતંત્ર બનવા તરફ ગતિ કરી રહ્યું છે. ભારતનો વાસ્તવિક વિકાસ હજી હવે શરૂ થયો છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે અને એ સ્વતંત્રતાની શતાબ્દી તરફ પ્રયાણ કરી રહ્યો છે. અમારો દેશ આ સમયને અમૃત કાળ કહે છે. જેથી ઉજ્જવળ ભવિષ્ય માટે આ યોગ્ય સમય છે.

આવતાં 25 વર્ષોમાં ભારતમાં 100 ટકા સાક્ષરતા દરના સ્તરે હશે. ભારત 2050થી પહેલાં ગરીબીમુક્ત થઈ જશે. અમે 2050માં માત્ર સરેરાશ 38 વર્ષની મધ્યમ વય ધરાવતો દેશ હશે. વિશ્વમાં સૌથી વધુ વપરાશકારવાળો મધ્યમ વર્ગ ધરાવતો દેશ હશે. 1.6 અબજ લોકોની ખરીદશક્તિને જોતાં સીધા વિદેશી રોકાણને એ આકર્ષિત કરશે.  અમારો દેશ થોડા સમ્યમાં ત્રણ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર ધરાવતો દેશ થઈ જશે અને દેશનું સ્ટોક માર્કેટનું કેપિટલાઇઝેન 45 ટ્રિલિયન ડોલરનું થઈ જશે, જેથી વિશ્વમાં સૌથી વિશ્વાસપાત્ર દેશનો દરજ્જો હાંસલ કરશે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આગામી એક દાયકામાં અદાણી ગ્રુપ 100 અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે. અમે આ મૂડીરોકાણના 70 ટકા એનર્જી ટ્રાન્સમિશન ક્ષેત્રે રોકાણ કરીશું. અમે વિશ્વમાં સોલર ક્ષેત્રે સૌથી મોટા પ્લેયર છીએ.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular