Saturday, July 5, 2025
Google search engine
HomeNewsGujaratઅણધારી મોતનો વધ્યો ખોફ, હાર્ટ એટેકથી વધુ 6ના મોત

અણધારી મોતનો વધ્યો ખોફ, હાર્ટ એટેકથી વધુ 6ના મોત

રાજ્યમાં વધતી ગરમી સાથે રોગચાળો વધી રહ્યો છે. તો બીજી બાજુ હાર્ટ એટેકથી મૃત્યુનો સિલસિલો પણ યથાવત્ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ડૉક્ટરોના સૂત્રો અનુસાર હાર્ટ એટેકના કેસ શિયાળામાં જોવા મળતા હોય છે. પણ હાલ ના સમયમાં આ અણધારી મોતની આફત કોઈ પણ સમયે આવવાનો ભય વધ્યો છે. રાજ્યમાં પાછલા થોડાક સમયમાં લભગભ 6 જેટલા લોકો હાર્ટ એટેકથી મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે.

રાજકોટના ભવાનીનગરમાં રહેતા સંજય ભરતભાઈ પરમાર (ઉં.વ.30) જેએ ગઈકાલે રાત્રે સુતા બાદ સવારે મૃત આવસ્થામાં મળ્યા હતા. તો બીજી બાજુ કિરણબેન ચંદ્રેશભાઈ રાજા (ઉં.વ. 46) ઘરમાં તેઓ બેભાન થતા હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા. શાકભાજીનો ધંધો કરતા અજય શ્યામનારાયણ ગોસ્વામી (ઉ.વ.૪૫) રાત્રે ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડતા જ્યાં તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. રાજ્યમાં માત્ર રાજકોટ જ નહિં પણ અનેક જગ્યા પર આવી અણધારી બિમારીથી લોકો મૃત્યુ પામે છે.

રાજ્યમાં ચૂંટણીની ધમધમાટ ચાલી રહી છે. ત્યારે ચૂંટણી કાર્યમાં વ્યસ્ત ભાજપ આગેવાન રત્નભાઈ દેવશીભાઈ કાલોતરાને (ઉં.વ.49) ઘરે છાતીમાં દુખાવો ઉપડતા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે મૃત્યુ જાહેર કરાયા હતા. તો બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતા શાહના સાણંદના રોડ શોમાં VVIP બંદોબસ્તમાં હોમગાર્ડ જવાનને હૃદય હુમલો આવતા મોત થયું છે. સાણંદ યુનિટ હોમગાર્ડમાં 6 વર્ષ થી ફરજ બજાવતા હતા. તો નવસારીમાં પ્રોફેસર રાજેન્દ્ર પટેલ ગણદેવીના સાલેજ ગામમાં બુથ પર ફર્નિચરની સુવિધા જોવા પહોંચ્યાં હતાં. આ દરમિયાન અચાનક ઢળી પડ્યા. જો કે સારવાર મળે એ પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે એર રિપોર્ટ અનુસાર ગરમી વધે છે ત્યારે હૃદયને પણ વધુ કામ કરવું પડે છે. જેના કારણે તેના પર દબાણ વધી જાય છે. આ દબાણ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પર તાણ લાવે છે, જે સાયલન્ટ હાર્ટ એટેક તરફ દોરી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular