Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યમાં કોંગ્રેસ તો ભાજપની ‘B-ટીમ’ છેઃ ઓવૈસી

રાજ્યમાં કોંગ્રેસ તો ભાજપની ‘B-ટીમ’ છેઃ ઓવૈસી

અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક નગરપાલિકાઓની ચૂંટણીઓમાં બહુપાંખિયો જંગ બનતી જાય છે. સ્થાનિક ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ બીટીપી સાથે ગઠબંધન કર્યું છે. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસને ભાજપની બી-ટીમ કહીને કોંગ્રેસની ઠેકડી ઉડાડી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ભાજપની બી-ટીમ તરીકે ઘણાં વર્ષોથી કામ કરી રહી છે, પણ હવે અમે રાજ્યના લોકો માટે ભાજપ અને કોંગ્રેસથી બચાવવા માટે અમારી પાર્ટી જ એકમાત્ર વિકલ્પ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ભરૂચમાં ચૂંટણી સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ભાજપ ત્રણ દાયકાથી ગુજરાત જીતી રહ્યો છે- એનું કારણ કોંગ્રેસ છે, કોંગ્રેસ એ ભાજપની બી-ટીમ છે. તેમણે કહ્યું હતું કે બંને મામા-ભાણેજ (કાકા-ભત્રીજા)ની જેમ રહે છે. તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટીએ હજી ગુજરાતમાં પ્રવેશ કર્યો છે.

છોટુભાઈ વસાવાની પાર્ટી BTP સાથેના ગઠબંધનના રૂપમાં AIMIM અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં 21 બેઠકો પર અને મોડાસા મ્યુનિસિપાલિટીમાં કેટલીક બેઠકો પર ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રખ્યા છે. ભરૂચ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં આદિવાસીઓ અથવા મુસલમાનોના વર્ચસવાળા વિસ્તારમાં તેમણે પાર્ટીએ ઉમેદવાર ઊભા રાખ્યા છે.

વંચિત વર્ગ અને મુસલમાનો કોંગ્રેસ દ્વારા ઘણા સમયથી ઉપેક્ષિત હતા. એ સાચું છે AIMIM જીતી નથી શકતી, પણ આ વર્ગોનો એક મજબૂત અને વિશ્વસનીય અવાજ બનીને ઊભરશે, AIMIM ગુજરાતના વડા અને કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય સાબિર કાબુલીવાલાએ કહ્યું હતું કે મુસલમાનોએ હંમેશાં કોંગ્રેસને મત આપ્યા છે, પણ તેમને કશું નથી મળ્યું.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular