Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsGujaratચૂંટણીની પ્રારંભિક મત ગણતરીમાં ભાજપ આગળ, કોંગ્રેસ પાછળ

ચૂંટણીની પ્રારંભિક મત ગણતરીમાં ભાજપ આગળ, કોંગ્રેસ પાછળ

અમદાવાદઃ રાજ્યની છ મહાનગરપાલિકાની 575 બેઠકોની ચૂંટણીમાં આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે સ્થાનિક ચૂંટણીની પ્રારંભિક મતગણતરીમાં ભાજપ જંગી બહુમતી તરફ આગળ વધી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ ઘણી પાછળ ચાલી રહી છે.   ભાજપ વર્ષ 2015નું પરિણામ તરફ આગળ વધી રહ્યો છે. ગઈ ચૂંટણી કરતાં આ વખતે તમામ મનપામાં સરેરાશ મતદાન ઓછું થયું છે.

મહાનગરપાલિકાની મતગણતરીના શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત કેટલીક બેઠકોમાં કોંગ્રેસ આગળ છે.આમ આદમી પાર્ટીનું હજુ સુધી ખાતું પણ નથી ખોલ્યું.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરેરાશ 46 ટકા મતદાન થયું હતું.. આ છ મનપાના કુલ 144 વોર્ડમાં 576 બેઠકો માટે હવે 2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 419 અને 226 અપક્ષ તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.

પ્રારંભિક મતગણતરીમાં ટ્રેન્ડ જોઈએ તોઃ

અમદાવાદની 192માંથી ભાજપ 65, કોંગ્રેસ 10 બેઠક પર આગળ

સુરતની 120માંથી ભાજપ 46, કોંગ્રેસ 10 બેઠક પર આગળ

વડોદરાની 76 બેઠકોમાંથી ભાજપ 16 અને કોંગ્રેસ 10 બેઠક પર આગળ

રાજકોટની 72 બેઠકોમાંથી ભાજપ 22 અને કોંગ્રેસ 04 બેઠક પર આગળ

ભાવનગરની 52 બેઠકોમાંથી ભાજપ 26, કોંગ્રેસ 06 બેઠક પર આગળ

જામનગરની 64 બેઠકોમાંથી ભાજપ 12, કોંગ્રેસ 05 બેઠક પર આગળ

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular