Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsGujaratચારુ યુનિ.માં કોમ્પ્યુ. એન્ડ એન્જિ. પર વૈશ્વિક કોન્ફરન્સ યોજાઈ

ચારુ યુનિ.માં કોમ્પ્યુ. એન્ડ એન્જિ. પર વૈશ્વિક કોન્ફરન્સ યોજાઈ

ચાંગાઃ ચાંગાસ્થિત વિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ યુનિવર્સિટી) સંલગ્ન શ્રીમતી ચંદાબહેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (CMPICA) દ્વારા તાજેતરમાં ‘2021 થર્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સોફ્ટ કોમ્પ્યુટિંગ એન્ડ ઇટસ એન્જિનિયરિંગ એપ્લિકેશન’ (icSoftComp-2021) વિશે વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. “. icSoftComp-2021 કોન્ફરન્સના ટેક્નિકલ સ્પોન્સર સ્પ્રિન્જર USA અને ફાઇનાન્સિયલી કો-સ્પોન્સર GUJCOST ગુજરાત સરકાર અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST)- ગુજરાત સરકાર હતા.

“સોફ્ટ કોમ્પ્યુટિંગ ફોર સ્માર્ટ નેશન”  થીમ પર યોજાયેલી બે દિવસની આ કોન્ફરન્સમાં કુલ 247 રિસર્ચ પેપરના રજિસ્ટ્રેશન થયાં હતાં, જેમાંથી 33 રિસર્ચ પેપરની પસંદગી થઈ હતી. આ કોન્ફરન્સમાં 315 ડેલિગેટ્સે ઓનલાઇન ભાગ લીધો હતો. USA, UK, UAE, કેનેડા, દક્ષિણ આફ્રિકા, પોલેન્ડ, જર્મની, ફિનલેન્ડ, શારજાહ, યુક્રેન, પેરુ, નાઇજિરિયા, બંગ્લાદેશ અને પેલેસ્ટાઇન સહિત ૧૫થી વધુ દેશોમાંથી આવેલા રિસર્ચ પેપર આ કોન્ફરન્સમાં પસંદગી પામ્યા હતા. આ 33 રિસર્ચ પેપર સ્પ્રિન્જરની પ્રતિષ્ઠિત કોમ્યુનિકેશન્સ ઇન કોમ્પ્યુટર એન્ડ ઇન્ફર્મેશન સાયન્સ (CCIS) શ્રેણી,  સ્કોપસ ઇન્ડેક્સ સ્પ્રિન્જર CCISમાં પબ્લિશ થશે.

આ કોન્ફરન્સના ચીફ પેટ્રન કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ અને માતૃસંસ્થા-કેળવણી મંડળ-CHRFના માનદ્ મંત્રી ડો. એમ. સી.પટેલ હતા.

icSoftComp-2021 એ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના ક્ષેત્રોમાં સંશોધકો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને તેમના સંશોધન, જ્ઞાન, નવા વિચારો અને નવીનતાઓ રજૂ કરવા માટે એક ઉત્તમ આંતરરાષ્ટ્રીય મંચ પ્રદાન કર્યું છે. તેમાં ઉચ્ચ-ગુણવત્તાયુક્ત વર્કશોપ, મહત્વપૂર્ણ પ્રવચનો અને અગ્રણી સંશોધન અને ઉદ્યોગના અગ્રણીઓના છ નિષ્ણાત વાર્તાલાપ પણ દર્શાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ કોન્ફરન્સમાં ચારુસેટ નાં ફેકલ્ટી મેમ્બર્સ, રિસર્ચ સ્કોલર્સ અને પી.જી. વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ડો. વી. સુશીલા દેવી (મુખ્ય સંશોધન વૈજ્ઞાનિક, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ઓટોમેશન વિભાગ, ભારતીય વિજ્ઞાન સંસ્થાન (IIS), બેંગલુરુ, ભારત) દ્વારા મુખ્ય વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular