Sunday, July 6, 2025
Google search engine
HomeNewsGujaratIITGN PhD સ્કોલરને ફુલબ્રાઇટ ડોક્ટરલ રિસર્ચ ફેલોશિપ મળી

IITGN PhD સ્કોલરને ફુલબ્રાઇટ ડોક્ટરલ રિસર્ચ ફેલોશિપ મળી

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) માટે હાલ ગર્વની ક્ષણ છે, કેમ કે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના ક્ષેત્રે પ્રોફેસર નિપુણ બત્રાના સુપરવિઝનમાં કામ કરી રહેલા પીએચડી સ્કોલર રિશિરાજ અધિકારીને પ્રતિષ્ઠિત ફુલબ્રાઇટ-નેહરુ ડોક્ટરલ રિસર્ચ ફેલોશિપ 2022-23 આપવામાં આવી છે. અમેરિકા-ઇન્ડિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશન (USIEF) દ્વારા ફુલબ્રાઇટ કમિશન દ્વારા ભારમાં સ્થાપિત આ ફેલોશિપ આપવામાં આવે છે, જે પ્રતિ વર્ષ માત્ર અરજી અને ઇન્ટરવ્યુની પ્રક્રિયા પછી કેટલાક ચુનંદા લોકોને આપવામાં આવે છે. વળી, આ ફેલોશિપ સંસ્કૃતિના આદાનપ્રદાનના વૈવિધ્ય દ્વારા  નવા આઇડિયા, પડકારજનક સંશોધનની સમસ્યાને હલ કરતા અને અસરકારક સમાધાન કરતા વિદ્યાર્થીને આપવામાં આવે છે.

રિશીરાજનું ધ્યાન IITGNમાં પીએચડી રિસર્ચ હ્યુમન-કોમ્પ્યુટર ઇન્ટરએક્શન અને કોમ્પ્યુટિંગ પર કેન્દ્રિત છે, જે માટે તે કાર્નેગી મેલન યુનિવર્સિટીમાં પ્રોફેરસ મયંક ગોયલની સાથે કામ કરવા માટે ઓગસ્ટ, 2022થી નવ મહિના માટે અમેરિકા જઈ રહ્યા છે. આ તક મળવાથી તેમને રિસર્ચની સુવિધા અને CMUમાં વૈશ્વિક દ્રષ્ટિકોણ માટે મહત્ત્વનો અનુભવ મળશે. વળી તે એવી ટેક્નોલોજી પર કામ કરશે, જે શ્વાસ સંબંધી બીમારીઓને કારણે થનારાં મોતોને ઓછાં કરવા માટે એક હેલ્થકેર સિસ્ટમ વિકસિત કરી રહ્યો છે.

આ ફેલોશિપ મળવાથી ઉત્સાહિત રિશીરાજે CMUમાં તેમના સંશોધનને આગળ વધારવા વિશે જણાવ્યું હતું કે હું ફુલબ્રાઇટ એક શબ્ય બનીને બહુ ખુશ છું. જેથી હું IIT  ગાંધીનગર સસ્ટેનિબિલિટી લેબઅને મારા સુપરવાઇઝર પ્રો. નિપુણનો આભાર માનું છું. હું મારા રિસર્ચના ઉદ્દેશને પૂરો કરવા સિવાય હું ભારતનો સાંસ્કૃતિક એમ્બેસેડરની ભૂમિકા પણ ભજવીશ. હું મારી ફેફસાં મજબૂત કરવાની દેખરેખ પરની શોધ અને સાઇકોલોજી ઇન્ડાઇસિસને દેખરેખ રાખવાની સિસ્ટમ તૈયાર કરીશ. રિશિરાજ મે, 2021ના વડા પ્રધાન રિસર્ચ ફેલો (PMRF) પણ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular