Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratIIT-ગાંધીનગર ખાતે સપ્તાહ-લાંબા ‘વિજ્ઞાન જાગૃતિ કાર્યક્રમ’નો આરંભ

IIT-ગાંધીનગર ખાતે સપ્તાહ-લાંબા ‘વિજ્ઞાન જાગૃતિ કાર્યક્રમ’નો આરંભ

ગાંધીનગરઃ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN)એ ધોરણ 11 અને 12મા (વિજ્ઞાન પ્રવાહ)ના સ્કૂલ વિદ્યાર્થીઓ માટે સપ્તાહ-લાંબા ‘વિજ્ઞાન જાગૃતિ કાર્યક્રમ’નો આજે કેમ્પસ ખાતે આરંભ કર્યો છે.

અમદાવાદ અને ગાંધીનગર પ્રદેશના 800થી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ ‘સાયન્સ અવેરનેસ વીક’  પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. આ પ્રવૃત્તિઓ 28 ફેબ્રુઆરી સુધી સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી ચાલશે.

આ કાર્યક્રમ દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે ભારત સરકારે હાથ ધરેલી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલના ભાગરૂપે તેમજ વિજ્ઞાન-ટેક્નોલોજી વિભાગના આર્થિક સહયોગથી, STUTI સ્કીમ અંતર્ગત યોજાઈ રહ્યો છે.

આજે આશરે 200 વિદ્યાર્થીઓએ એમનાં શિક્ષકો સાથે IITGNની મુલાકાત લીધી હતી અને વિવિધ લેબોરેટરીઓમાંની પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો.

અહીં હાજરી આપવાથી ઘણું વ્યક્તિગત વૈજ્ઞાનિક ડેમોન્સ્ટ્રેશન જોવા મળ્યું અને ઘણું શીખવા મળ્યું એમ તેમણે કહ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular