Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsGujaratસનાતન નહીં જાગે તો આવનારા સમયમાં રામકથા નહીં થાયઃશાસ્ત્રી

સનાતન નહીં જાગે તો આવનારા સમયમાં રામકથા નહીં થાયઃશાસ્ત્રી

અમદાવાદઃ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં આવી પહોંચ્યા છે. તેઓ ગુજરાતમાં 10 દિવસના દિવ્ય દરબારોના કાર્યક્રમોમાં હાજરી આપશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કારમાંથી બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી વટવા રામકથા મેદાનમાં દેવકીનંદન ઠાકુર સાથે આવી પહોંચ્યા છે. બાબાના દર્શન માટે રામકથા મેદાનમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે.

વટવા રામકથા મેદાને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ સભા સ્થળે જોવા મળ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઈને વટવા રામકથા મેદાને ભવ્ય તૈયારી કરવામાં આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સ્ટેજ પર આવી પહોંચતા ભક્તો દ્વારા તેમનું ફૂલ-હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. કથા શરૂ કરતાં પહેલાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે અમદાવાદના લોકો કેમ છો. ભક્તિનો પ્રદેશ છે ગુજરાત. ગુજરાતના અમદાવાદમાં આજે અમે આવ્યા છીએ. આવા આ ભક્તિના પ્રદેશ ગુજરાતની ધરતીને વારંવાર પ્રણામ કરું છું.

ગુજરાતના લોકોને ચૂપ કરાવવા ઘણા મુશ્કેલ છે. ભારતમાં હિન્દુ રાષ્ટ્ર અને ભગવાન કૃષ્ણને સ્થાપિત કરવાનો સમય આવી ગયો છે. મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર કૃષ્ણને સ્થાપિત કરવાના છે. ભગવાન કૃષ્ણ અને સનાતન હિન્દુ માટે જાગવાનો સમય છે. મારું કામ માત્ર તમને જગાડવાનું છે. જાગશો નહીં, તો આવનારી પેઢીમાં રામકથા નહીં થાય. સનાતન ધર્મ માટે લડનારાઓનો સાથ આપો. હવે ભાગવાનો સમય નથી. બાગેશ્વર ધામ તમારું જ છે તમે લોકો ત્યાં આવતા રહો. તમામ સનાતની હિન્દુ એક થઈ જાઓ. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા કોણ-કોણ તૈયાર છે? ભારતને હિન્દુ બનાવવા કોણ રાજી છે અને સંતોને હેરાન કરનારાઓની ઠાઠડી બાંધીશું.

બાગેશ્વર બાબા અમદાવાદ એરપોર્ટથી યજમાન અમરાઇવાડીના પૂર્વ કોર્પોરેટર અરવિંદ ચૌહાણના ભાઈ જુગનીભાઈના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભોજન કર્યા બાદ વટવા રામકથા મેદાને રવાના થયા હતા. અસહ્ય ગરમી હોવા છતાં પણ બાગેશ્વરબાબાના અનુયાયીઓ ઊમટી પડ્યા હતા.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular