Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsGujaratતાપી જિલ્લામાં ખાનગી બસને ભયાનક અકસ્માત, 18 ઘાયલ અને એક મહિલાનું મોત

તાપી જિલ્લામાં ખાનગી બસને ભયાનક અકસ્માત, 18 ઘાયલ અને એક મહિલાનું મોત

તાપી જિલ્લાના સિનોદ ગામ નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો. બસની પટલી મારવાથી 18 લોકોને નાની મોટી ઈજા પહોંચી છે, આ ઉપરાંત એક મહિલાનું મોત નિપજ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક ખાનગી બસ મહારાષ્ટ્રથી અમદાવાદ જઈ રહી હતી, તે સમયે મોડી રાત્રે લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 30 મુસાફરોમાંથી 18 ઈજાગ્રસ્ત થયાં છે. તેમજ એક મહિલા ઘટના સ્થળે જ માથું ધડથી અલગ થઈ જતાં મોતને ભેટી હતી. બસ અકસ્માત બાદ ડ્રાઇવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

એક ખાનગી બસ મહારાષ્ટ્રથી અમદાવાદ જઈ રહી હતી, તે સમયે મોડી રાત્રે લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટના થતાં જ સ્થાનિક લોકો ભેગા થઈ ગયાં હતાં. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી પોલીસને સમગ્ર બનાવ વિશે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર ઘટના વિશે તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી પરિવારજનોને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળ ઢોળા વાળી હોવાથી ઘણીવાર ડ્રાઈવરોને ઢાળ વિશે ખ્યાલ આવતો નથી. આ અગાઉ પણ આ જ રસ્તે અનેક અકસ્માત થઈ ચુક્યા છે. જોકે, ડ્રાઈવર ફરાર થઈ જતાં પોલીસ ડ્રાઈવરની તપાસ કરી સમગ્ર દુર્ઘટનાનું કારણ જાણવા માટેની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular