Saturday, July 12, 2025
Google search engine
HomeNewsGujaratઘોડાસર બ્રિજ પર ભયાનક અકસ્માત, AMTSના બે ફોરમેનના મોત

ઘોડાસર બ્રિજ પર ભયાનક અકસ્માત, AMTSના બે ફોરમેનના મોત

અમદાવાદ: ગુજરાતમાં રોડ અકસ્માતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ફરી એક વખત અમદાવાદ શહેરમાં ઘોડાસર વિસ્તારમાં બ્રિજ પર રૂવાડા ઊભા કરે તેવો અકસ્માત સર્જાયો છે. આ બ્રિજ પર બંધ પડેલી એ.એમ.ટી.એસ. બસને પાછળથી ટ્રકે ટક્કર મારતાં બે ફોરમેનના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા સાથે પોલીસ કાફલો ઘટના સ્થળ દોડી આવ્યો હતો. પોલીસે એક તરફનો બ્રિજ બંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે શહેરના ઘોડાસર બ્રિજ પર વિચિત્ર અકસ્માતની ઘટના બની છે. ઘોડાસર બ્રિજ પર બંધ પડેલી AMTS બસને ટોઈંગ કરતા સમયે અકસ્માત સર્જાયો હતો. ટોઈંગ કરવા જતાં પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતાં બે ફોરમેન બસની વચ્ચે કચડાઈ ગયા હતા. બસની વચ્ચે આવી જતા બે ફોરમેનના મોત નીપજ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જાતા એક તરફનો બ્રિજ બંધ કરી દીધો હતો. જેના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ચાલકની અટકાયત કરી લીધી છે.  પોલીસે મૃતકોની ડેડબોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી છે અને પરિવારજનો સંપર્ક કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular