Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratગૃહ પ્રધાન અમિત શાહનાં મોટા બહેનનું નિધન

ગૃહ પ્રધાન અમિત શાહનાં મોટા બહેનનું નિધન

અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહનાં મોટા બહેન રાજેશ્વરીનું અમદાવાદની કેડી હૉસ્પિટલમાં નિધન થયું છે. તેમને લાંબા સમયથી ફેફસાંની બીમારી હતી.ગૃહપ્રધાન અમિત શાહના આજના ગુજરાતના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાતમાં જ હતા અને બનાસકાંઠા તેમ જ અહીંની રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમોમાં ભાગ લેવાના હતા. જોકે આ સમચાર આવ્યા બાદ તેમના બધા પૂર્વનિયોજિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ગૃહપ્રધન અમિત શાહ ગઈ કાલથી અમદાવાદમાં હતા અને બહેનના નિધનના સમાચાર બાદ તેમણે અન્ય કાર્યક્રમો રદ કર્યા હતા. અગાઉ તેમનાં બહેનને મુંબઈમાં પણ સારવાર આપવામાં આવી હતી. તે સમયે તેઓ અચાનક મુંબઈ તેમની ખબર પૂછવા પહોંચ્યા હતા, જ્યાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ તેમની સાથે જોવા મળ્યા હતા.

શાહનાં બહેનનું નિધન થતાં તેઓ આજે બનાસકાંઠા અને રક્ષા યુનિવર્સીટીના કાર્યક્રમમં હાજરી નહિ આપે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular