Monday, July 21, 2025
Google search engine
HomeNewsGujaratસૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીઃ પોરબંદરના દરિયામાં કરંટ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીઃ પોરબંદરના દરિયામાં કરંટ

અમદાવાદઃ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સારોએવો વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર્ર–કચ્છ ઉપર છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે.  ગીર-સોમનાથના સુત્રાપાડા, કોડીનાર, વેરાવળ અને માંગરોળમાં અત્યાર સુધી સાતથી નવ ઇંચ વરસાદ વરસી ગયો છે. અમરેલી જિલ્લાના 11 તાલુકાઓના 700 ગામડાંઓમાં વીજળી ગૂલ થઈ છે.  હવામાન વિભાગની આગાહી મુજબ હજી સાતથી 10 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે પોરબંદરના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર્ર–કચ્છના ૮૦ તાલુકાઓ પૈકી ૬૩ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.  રાજ્ય સરકારે ભારે વરસાદની ચેતવણી સામે રાહત બચાવની કામગીરી માટે NDRF અને SDRFની ટીમ તહેનાત કરી છે.

સુરતમાં ઓરેન્જ એલર્ટ

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે નદી પટ વિસ્તારમાં તેમ જ ડેમની આજુબાજુના વિસ્તારમાં અવરજવર ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

સૂત્રાપાડા, માંગરોળ અને વેરાવળનાં ગામો જળબંબોળ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા, વેરાવળ અને કોડીનાર તાલુકાનાં કેટલાંક ગામો પાણીમાં ગરકાવ થયાં હતાં. સુત્રાપાડા તાલુકાનાં મટાણા ગામ સહિતનાં અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયાં છે

પોરબંદર જિલ્લામાં હાલ બે દિવસથી વરસાદી માહોલ છે. પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ છે. પોરબંદર ચોપાટીમાં દરિયો તોફાની બનતાં ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે. દરિયો તોફાની બનતાં માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામા આવી છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે SDRF ની ટીમ પણ પોરબંદર પહોંચી છે. આધુનિક સાધનો સાથે 60 જવાનો રાહત અને બચાવ કામગીરી માટે તહેનાત કરી દેવામાં આવ્યાં છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular