Sunday, October 12, 2025
Google search engine
HomeNewsGujaratબંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની વકી

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની વકી

અમદાવાદઃ રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય બન્યું છે. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 200થી વધુ તાલુકામાં વરસ્યો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આગામી એક દિવસ વરસાદનું જોર રહેશે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે. હાલ પશ્વિમ બંગાળમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી છે. કપરાડામાં 9.72 ઈંચ, ધરમપુરમાં 7.64 ઈંચ વરસાદ વરસ્યો છે. તો ડાંગના વઘઈમાં 7.28 ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના 6 તાલુકામાં વરસ્યો વરસાદ હતો.

દાહોદ, અરવલ્લી, મહિસાગર અને વલસાડ જિલ્લામાં શનિવારે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.  હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચતાં વીજળી અને સપાટીના પવન (ગેલ સાથે) સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. IMDના પ્રાદેશિક નિર્દેશક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, પરંતુ રવિવારથી તેમાં ભારે ઘટાડો થશે.

દમણ ગંગા નદી પર બનેલા મધુબન ડેમમાં પાણીનું સ્તર 78.50 મીટર (79.86 મીટર ખતરાના નિશાન છે) નોંધાયું હતું, જેમાં 44,907 ક્યુસેકનો પ્રવાહ આવ્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સત્તાવાળાઓએ આઠ દરવાજા ખોલીને 43,795 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું હતું. ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular