Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યમાં ગરમીનું જોર યથાવત્, 9 જિલ્લામાં 40 ડિગ્રી પાર તાપમાન

રાજ્યમાં ગરમીનું જોર યથાવત્, 9 જિલ્લામાં 40 ડિગ્રી પાર તાપમાન

રાજ્યમાં ગરમીએ કાળો કહેર વરસાવ્યો છે. બીજી બાજુ કેરળમાં ચોમાસાનું આગમન થયું છે. તો હવે રાજ્યવાસી આતુરતાથી ગુજરાતમાં ચોમાસાની રાહ જોય રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ 15 જૂન અને હવામાન નિષ્ણાત અંબાલાલ પેટલની આગાહી પ્રમાણે આગામી 4 જૂનથી રાજ્યમાં વરસાદના વધામણા થઈ જશે. રાજ્યના 9 જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જોવા મળ્યો.

દેશમાં ચોમાસાની દસ્તક સાથે ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જ્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી તાપમાન યથાવત્ રહેવાની આગાહી વ્યક્ત કરી હતી. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ આ પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. મહત્વનું છે કે, આગામી બે દિવસ દરમિયાન કચ્છ, બનાસકાંઠા ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ગઈ કાલે દિવસ દરમિયાન ગુજરાતના 9 શહેરોમાં 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું હતું, જેમાં અમદાવાદ, ગાંધીનગર, ડીસા, આણંદ, કચ્છનુ કંડલા, અમરેલી, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર માં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ગુજરાતમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર શહેરમાં 43.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.  ગુજરાતમાં હાલમાં આગામી 7 દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહીંવત છે. આ ઉપરાંત પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત પણ વરસાદની શક્યતા સેવાઈ રહી નથી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલથી ભારતમાં કેરળ ઉત્તર પૂર્વીય રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular