Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratહાર્દિક પટેલનો ભાજપપ્રવેશઃ શ્વેતાના પણ કેસરિયા

હાર્દિક પટેલનો ભાજપપ્રવેશઃ શ્વેતાના પણ કેસરિયા

અમદાવાદઃ પાટીદાર નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ વિધિવત રીતે રીતે ભાજપમાં જોડાયા છે. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કમલમમાં જશે. તેમની સાથે અન્ય એક કોંગ્રેસની નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં સામેલ થયાં હતાં. ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ બંને નેતાઓને ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. તેમણે ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું હતું કે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સિપાહી બનીને કામ કરીશ. તે ઉપરાંત તેમના વતન વિરમગામમાં ઠેર-ઠેર પોસ્ટરો પણ લગાવવામાં આવ્યાં છે.

હાર્દિક પટેલ ભાજપમાં જોડાતાં પહેલાં કોબા સર્કલથી પોતાના સમર્થકો સાથે રેલી પણ યોજે એવી શક્યતા છે. હવે ભાજપમાં હાર્દિકને શું જવાબદારી મળશે તે આગામી સમયમાં જોવા મળશે.

હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે ત્યારે તેમના સ્વાગત માટે ભાજપ પ્રદેશપ્રમુખ સીઆર પાટીલ સહિતના રાજ્ય કક્ષાના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. હાર્દિક ભાજપમાં જોડાતાં પહેલાં SGVP જઈને સંતોના આશીર્વાદ પણ લેશે.


હાર્દિક પટેલના સ્વાગત માટે કમલમથી ગાંધીનગર તરફ અને અમદાવાદ તરફ જતા રોડ પર પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે.

હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યાર સુધી સવા ત્રણ વર્ષ, કોંગ્રેસમાં રહ્યા હતા. કોંગ્રેસનાં ભૂતપૂર્વ મહિલા નેતા પણ આજે હાર્દિકની સાથે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આમ આજે ભાજપમાં આવીને બે યુવાન નેતા પોતાની નવી ઈનિંગ્સ શરૂ કરશે. વર્ષ 2017માં શ્વેતાને કોંગ્રેસે મણિનગર બેઠકની ટિકિટ પણ આપી હતી. તેઓ યુવા અને શિક્ષિત મહિલા હોવાથી તેમને સીધી ટિકિટ આપવામાં આવી હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular