Monday, September 1, 2025
Google search engine
HomeNewsGujaratCM ભૂપેન્દ્ર પટેલ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાયા

CM ભૂપેન્દ્ર પટેલ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાયા

અમદાવાદઃ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ૧૦૦ ફૂટના ધ્વજદંડ પર ૩૦X૨૦નો વિશાળ તિરંગો લહેરાવ્યો હતો. 

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં જનભાગીદારી પ્રેરિત કરવા ૧૩થી ૧પ ઓગસ્ટમાં દેશવાસીઓને પોતાના ઘર અને કામકાજના સ્થળે તિરંગો લહેરાવવા આહવાન કર્યું છે.

વડા પ્રધાનની પ્રેરણાથી સ્થપાયેલી ચિલ્ડ્રન યુનિવર્સિટીએ  આ આહવાનનો પ્રતિસાદ આપતાં વિશાળ તિરંગો યુનિવર્સિટીના પટાંગણમાં લહેરાવ્યો હતો.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિશાળ તિરંગો લહેરાવ્યો એ અવસરે શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી, યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ અગ્ર સચિવ હૈદર વગેરે પણ સહભાગી થયા હતા.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular