Sunday, July 6, 2025
Google search engine
HomeNewsGujaratદેશમાં મ્યુકોમાઇકોસિસના સૌથી વધુ કેસો ગુજરાતમાં

દેશમાં મ્યુકોમાઇકોસિસના સૌથી વધુ કેસો ગુજરાતમાં

અમદાવાદઃ કોરોના પછી ઘાતક બ્લેક ફંગસ અને સાર્સ કોવ-2 ઇન્ફેક્સનના 600થી વધુ દર્દીઓ સાથે રાજ્યમાં મ્યુકોમાઇકોસિસના સૌથી વધુ કેસ છે. જોકે મ્યુકોમાઇકોસિસના કેસોની ગણતરી વિશે જાહેર કોઈ ડેટા ઉપલબ્ધ નથી, જોકે આ વિશેની કાર્યવાહીને આધારે કમસે કમ બે વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ આપી હતી.

અમદાવાદમાં ગુરુવારે સિવિલ હોસ્પિટલમાં 200થી વધુ મ્યુકોમાઇકોસિસના કેસ નોંધાયેલા હતા અને આટલા જ કેસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ નોંધાયા છે, જ્યારે સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોમાઇકોસિસના 47 કેસ છે, એમ ENT વિભાગના HOD ડો. જૈમિન કોન્ટ્રેક્ટરે જણાવ્યું હતું.

વડોદરની SSG હોસ્પિટલમાં 95  મ્યુકોમાઇકોસિસ છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં સાત કેસ છે, એમ ડો. વિનોદ રાવે જણાવ્યું હતું. રાજ્યના અન્ય જિલ્લાઓમાં ઓછા કેસો નોંધાયા છે, પણ અમદાવાદમાં મ્યુકોમાઇકોસિસના દર્દીઓમાં વધારો થયો હતો, જ્યારે પડોશી રાજ્યોમાં પણ મ્યુકોમાઇકોસિસના કેસો નોંધાયા છે. રાજકોટની હાલતો આ કેસો બાબતે ખરાબ છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 200 કેસોમાંથી 60 ટકા કેસો આ જ જિલ્લાના છે, પણ અન્ય 40 ટકા સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાના છે. રાજકોટ એ કાઠિયાવાડની સૌથી મોટી સુસજ્જ આરોગ્ય સુવિધા ધરાવે છે.

ભારતમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં

અમદાવાદ સિવિલ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. જેવી મોદીએ કહ્યું હતું કે હોસ્પિટલમાં આ રોગ માટે બે વોર્ડ તો કાર્યરત છે, પણ પાંચ વધુ વોર્ડ આ રોગના દર્દીઓ માટે બનાવવામાં આવ્યા છે. દરરોજ 18.20 સર્જરી કરવામાં આવી રહી છે અને નજીકના ભવિષ્યમાં હજી વોર્ડમાં ઉમેરો કરવામાં આવે એવી શક્યતા છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular