Thursday, August 14, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યમાં કોરોનાનો આંકડો 38: 20,000 થી વધુ ક્વોરન્ટાઈન

રાજ્યમાં કોરોનાનો આંકડો 38: 20,000 થી વધુ ક્વોરન્ટાઈન

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસો દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે. ગઈકાલે બપોર સુધીમાં રાજ્યમાં કોરોના વાયરસના કુલ 33 જેટલા કેસ હતા, બાદમાં રાત્રે રાજકોટના બે લોકોને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા આ આંકડો 35 પર પહોંચ્યો હતો. ત્યારે આજે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી વધારો થયો છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 38 પર પહોંચ્યો છે.

  • અમદાવાદમાં 14 કેસ, સુરતમાં 1 કેસ, રાજકોટમાં 3 કેસ, વડોદરામાં 7 કેસ, ગાંધીનગરમાં 6 કેસ અને કચ્છમાં 1 કેસ મળીને કુલ 38 કેસ રાજ્યમાં નોંધાયા છે.
  • રાજ્યમાં તમામ પ્રકારના પેસેન્જર વ્હિકલ્સને રાજ્યની અંદર તેમજ રાજ્યમાંથી બહાર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
  • કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.
  • રાજ્યમાં કુલ 20,688 લોકો 14 દિવસના ક્વોરન્ટાઈન ઓબ્ઝર્વેશનમાં
  • ક્વોરન્ટાઈન મામલે સહમત ન થયેલા કુલ 147 જેટલા વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી
  • રાજ્યમાં કુલ 1,07,62,012 જેટલા લોકોનો સર્વે કરવામાં આવ્યો, આ પૈકી કુલ 15,468 લોકો વિદેશ પ્રવાસની વિગતો સામે આવી
  • રાજ્ય સરકાર દ્વારા હેલ્પ લાઈન નંબર 104 જાહેર કરવામાં આવ્યો છે, આ નંબર પર કુલ 15000 થી વધારે લોકોએ મદદ માંગી.
  • રાજ્યના 4 મોટા શહેરોમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે ખાસ હોસ્પિટલો તૈયાર કરાશે.
  • અમદાવાદમાં 1200 બેડ વાળી હોસ્પિટલ, સુરતમાં 500 બેડ, વડોદરા 250 બેડ અને રાજકોટમાં 250 બેડ વાળી હોસ્પિટલ તૈયાર કરાશે.
  • મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર હોવાથી, મહારાષ્ટ્રથી આવતા તમામ વાહનો પર પ્રતિબંધ
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular