Sunday, May 25, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં ચિંતાઃ 24 કલાકમાં કોરોનાનાં નવા 230 પોઝિટિવ કેસ

ગુજરાતમાં ચિંતાઃ 24 કલાકમાં કોરોનાનાં નવા 230 પોઝિટિવ કેસ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં આગામી 3 મે સુધી લોકડાઉન છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના રોજે રોજ જે કેસો સામે આવી રહ્યા છે, તેનાથી ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. ગૃહમંત્રાલયે દુકાનો ખોલવા બાબતે આપેલી રાહત બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં તમામ દુકાનો 3 મે સુધી બંધ રહેશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, પ્રવર્તમાન કોરોના વાયરસના વધતા સંદર્ભમાં આ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે આ ચારેય મહાનગરોમાં સમગ્રતયા તા.૩ જી મે સુધી દુકાનો-વ્યવસાયો બંધ રાખવામાં આવશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 230 પોઝિટિવ કેસો નોંધાયા હતા. તો કોરોનાનાં કારણે 18 જણનાં મોત નિપજ્યા છે. અને કુલ 31 જણને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક 3301 થયો છે. તો કોરોનાને કારણે મોતનો કુલ આંક 151 થયો છે. અને 313 લોકોએ કોરોનાને માત આપી છે.

નવા નોંધાયેલ 230 પોઝિટિવ કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં 178 કેસ, સુરતમાં 30 કેસ, આણંદમાં 8 કેસ, બનાસકાંઠામાં 1 કેસ, ગાંધીનગરમાં 2 કેસ. ખેડા-નવસારી-પાટણમાં એક-એક કેસ, રાજકોટમાં અને વડોદરામાં 4 પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 3301 થઈ છે. જેમાં 27 લોકો વેન્ટિલેટર પર છે. તો 2810 લોકોની હાલત સ્થિર છે. તો કોરોનાના કારણે 313 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યાં છે.

કોરોનાને કારણે કુલ 151 લોકોનાં મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 18 જણના મોત નિપજ્યા હતા. એ તમામ મોત અમદાવાદમાં થયા છે. જેમાં 8 જણ કોરોનાનાં કારણે મૃત્યુ પામ્યા છે. તો અન્ય 10 લોકોને કોરોના સાથે બીપી, ડાયાબીટિસ જેવી ગંભીર બીમારીઓ હતી. આમ અમદાવાદમાં કોરોનાનાં કુલ 2181 કેસ અને 104 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે સુરતમાં 526 કેસ અને 15 લોકોનાં મોત નિપજ્યા છે. તો વડોદરામાં 234 કેસ અને 12 લોકોનાં મોત નિપજ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular