Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યમાં કોરોનાના નવા 517 કેસઃ 33 લોકોના મૃત્યુ

રાજ્યમાં કોરોનાના નવા 517 કેસઃ 33 લોકોના મૃત્યુ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 517 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 33 વ્યક્તિઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અને છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 390 દર્દીઓ સ્વસ્થ થયા હતા. આમ રાજ્યમાં કોરોનાનો કુલ આંક 23079 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1449 અને ડિસ્ચાર્જ થયેલ દર્દીઓનો કુલ આંક 15891 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 344, સુરતમાં 59, વડોદરામાં 40, ગાંધીનગર 9, ભાવનગર 7, મહેસાણા 6, અરવલ્લી-પંચમહાલ-નર્મદા 5-5, કચ્છ-ભરૂચ 4-4, રાજકોટ-પાટણ-જામનગર-અમરેલી 3-3, બનાસકાંઠા-ખેડા 2-2, મહીસાગર-આણંદ-બોટાદ-ગીર સોમનાથ-સુરેન્દ્રનગર-છોટા ઉદેપુર-જૂનાગઢમાં 1-1 કેસ અને અન્ય રાજ્યમાં 6 કેસ નોંધાયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular