Tuesday, July 8, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યમાં કોરોનાના નવા 470 કેસઃ 33 લોકોના મોત

રાજ્યમાં કોરોનાના નવા 470 કેસઃ 33 લોકોના મોત

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસો છેલ્લા કેટલાક દિવસમાં વધી ગયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 470 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સિવાય 33 જેટલા લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 409 જેટલા દર્દીઓ સાજા થયા હતા. ત્યારે રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 21044 સુધી પહોંચી ગયો છે. આ સાથે જ મોતનો આંક 1313 અને ડિસ્ચાર્જનો કુલ આંક 14,373 થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં ૩૩૧, સુરતમાં ૬૨, વડોદરામાં ૩૨, ગાંધીનગરમાં ૮, મહેસાણામાં ૧, ભાવનગરમાં ૩, બનાસકાંઠામાં ૧, રાજકોટમાં ૨, અરવલ્લીમાં ૧, સાબરકાંઠામાં ૫, આણંદમાં ૪, પંચમહાલમાં ૩, પાટણમાં ૩, કચ્છમાં ૧, ખેડામાં ૩, ભરૂચમાં ૨, વલસાડમાં ૨, જુનાગઢમાં ૧, નવસારીમાં ૧, અમરેલીમાં ૩, પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંક હાલ 5358 છે. જેમાંથી 64 વેન્ટિલેટર પર અને 5299 દર્દીઓની હાલત સ્થિર છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular