Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યમાં કોરોનાના નવા 492 કેસઃ મૃત્યુઆંક 1155 પર પહોંચ્યો

રાજ્યમાં કોરોનાના નવા 492 કેસઃ મૃત્યુઆંક 1155 પર પહોંચ્યો

ગાંધીનગરઃ  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 492 નવા કેસ નોંધાયા છે. તો 33 લોકોનામૃત્યુ થયા છે. આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 18609 અને મૃત્યુઆંક 1155 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 455 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 12667 લોકો સાજા થયા છે. રાજ્યનો ડિસ્ચાર્જ રેટ 68.9 ટકા પહોંચી ગયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 291, સુરતમાં 81, વડોદરામાં 39, ગાંધીનગરમાં 21, ભાવનગરમાં 2, બનાસકાંઠા 6, આણંદ 4, રાજકોટ 2, અરવલ્લી 4, મહેસાણા 9, પંચમહાલ 3, બોટાદ 1, ખેડા 4, જામનગર 1, ભરૂચ 1, સાબરકાંઠા 4, દાહોદ 4, કચ્છ 1, નર્મદા 4, દેવભૂમિ દ્વારકા 1, સુરેન્દ્ર નગર 1 અને અન્ય રાજ્યના 8 કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં અત્યારે કોરોના વાયરસના કુલ 4779 એક્ટિવ કેસ છે. જેમાં 68 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 4711 સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 12667 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં બે લાખ 20 હજાર 695 લોકો હાલ ક્વોરેન્ટાઇન છે. અત્યાર સુધી 2 લાખ, 33 હજાર, 921 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular