Friday, May 23, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યમાં કોરોનાના નવા 423 કેસઃ અમદાવાદના 314

રાજ્યમાં કોરોનાના નવા 423 કેસઃ અમદાવાદના 314

અમદાવાદઃ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાનાં પોઝિટિવ કેસનો આંક 400ને પાર નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના પોઝિટિવનાં વધુ 423 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 24 કલાકમાં 861 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આજનાં દિવસમાં 25 લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યા છે. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસનો આંક 17,217 થયો છે. અને મોતનો કુલ આંક 1063 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 10780 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.અનલોક 1 નો તબક્કો ચાલી રહ્યો છે. અને છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં 400ને પાર આંકડા નોંધાયા છે. આજે  નોંધાયેલ 423 કેસોમાં અમદાવાદમાં 314, સુરત 39, વડોદરા 31, ગાંધીનગર 11, મહેસાણા 6, બનાસકાંઠા-રાજકોટ-સાબરકાંઠામાં 3-3, આણંદ-પોરબંદરમાં 1-1, ભાવનગર-અરવલ્લી-પંચમહાલ-મહીસાગર-પાટણ-વલસાડ-સુરેન્દ્રનગરમાં 1-1 કેસ અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા હતા. લોકડાઉનનાં અંતિમ તબક્કામાં કોરોનાનો આંક 400ને પાર પહોંચી ગયો છે. જે એક ચિંતાજનક બાબત છે. અને અનલોકનાં તબક્કામાં આ આંક વધે તેવી શક્યતાઓ છે.

આજે અવિશ્વસનીય રીતે ડિસ્ચાર્જનો આંક સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 861 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં રિકવરી રેટ 62.61 ટકા થયો છે. જે સમગ્ર દેશમાં સૌથી વધારે હશે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 લોકોનાં મોત નિપજ્યા છે. જેને કારણે મોતનો કુલ આંક 1063 થયો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular