Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsGujaratરાજકોટમાં ભાજપની તમામ બેઠકો પર ‘ભવ્ય’ જીત

રાજકોટમાં ભાજપની તમામ બેઠકો પર ‘ભવ્ય’ જીત

અમદાવાદઃ રાજ્યમાં છ મહાનગરપાલિકામાં ફરી એક ભગવો લહેરાઈ રહ્યો છે. મુખ્ય પ્રધાન  વિજય રૂપાણીના હોમ ટાઉનમાં ભાજપે તમામ 48 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસની કારમી હાર ખમવી પડી છે. કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે પણ ભાજપનો વિજય થયો છે. વડોદરામાં પણ ભાજપે બહુમતી મેળવી છે.  મુખ્ય પ્રધાન વિજય રૂપાણી  ખાનપુર કાર્યાલયમાં ઉજવણી કાર્યક્રમમાં હાજર રહેશે અને જાહેર સંબોધન કરશે. આ વખતે પ્રદેશપ્રમુખ સી. આર. પાટિલ પણ ઉજવણી કાર્યક્રમમાં હાજર રહેશે. ભાજપની જીત બાદ ઠેર-ઠેર  ઉજવણી કરાશે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ગઢસમા રાજકોટમાં ભાજપે 48 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે હજી ખાતું નથી ખોલ્યું. જોકે કોંગ્રેસ બે બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

વડોદરા કોર્પોરેશનન પર ભાજપનો ભગવો લહેરાયો, વડોદરામાં 76 કુલ બેઠકમાંથી 45 બેઠક ભાજપે મેળવી લીધી છે.અમદાવાદ મ્યુનિસિપલમાં પણ ભાજપ આગળ છે. શહેરમાં પણ ભાજપની તમામ પેનલો જીતી રહી છે. અમદાવાદમાં 192 બેઠકો છે જેમાંથી ભાજપે 20 પર જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે ખાતું નથી ખોલ્યું. જામનગરમાં ભાજપેએ 11 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસે પણ એક બેઠક પર જીત મેળવી છે. ભાવનગરમાં ભાજપે 15 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે એક સીટ પર જીત મેળવી છે. સુરતમાં 120 બેઠકો છે જેમાંથી બીજેપીએ 4 પર જીત મેળવી છે, જ્યારે કૉંગ્રેસે ખાતુ ખોલ્યું નથી. બીજી બાજુ આપે 4 સીટ પર જીત મેળવી છે. આ સાથે આપ હાલ 10 સીટ પર આગળ છે. જામનગરમાં બીજેપીએ 12 સીટ. કૉંગ્રેસે 5 સીટ, બીએસપીએ 3 બેઠકો પર જીત મેળવી છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular