Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત વિધાનગૃહમાં 'ગુંડા એક્ટ બિલ' બહુમતીથી મંજૂર

ગુજરાત વિધાનગૃહમાં ‘ગુંડા એક્ટ બિલ’ બહુમતીથી મંજૂર

ગાંધીનગરઃ ગુજરાતના વિધાનસભામાં ‘ગુંડા એક્ટ બિલ’ વિધાનસભા ગૃહમાં બહુમતીથી મંજૂર થયું હતું. ‘ગુંડા એક્ટ’ પર 5.09 કલાક વિચારવિમર્શ ચાલ્યો હતો. આ ચર્ચા દરમિયાન બંને સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે વાદવિવાદ થયો હતો. છેવટે બહુમતીના જોરે ગૃહમાં ગુંડા એક્ટ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ કાયદો ઉત્તર પ્રદેશના કંટ્રોલ્સ ઓફ ગુંડાઝ એક્ટ સમાન હશે. માનવ તસ્કરી, ગૌવંશ હત્યા અને નાણાકીય છેતરપિંડી સહિતના ગુનાઓ સામે ગુંડા એક્ટ લાગુ થશે. આ ઉપરાંત જાહેર મિલકતને નુકસાન પહોંચાડવું, સરકારની વિરુદ્ધ કોઈ સમાજને ભડકાવવા ગુના સામે પણ ‘ગુંડા એક્ટ’ લાગુ થશે.

ગૃહમાં ‘ગુંડા એક્ટ’ અને ‘ઔદ્યોગિક તકરાર સુધારા’ વિધેયક પાસ

વિધાનસભાના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે ગૃહમાં ‘ગુંડા એક્ટ’ અને ‘ઔદ્યોગિક તકરાર સુધારા’ વિધેયક પણ બહુમતીથી પાસ થયું હતું.  ગુજરાત સરકાર દ્વારા ગુનાખોરીમાં કાબૂમાં લેવા ‘કંટ્રોલ્સ ઓફ ગુંડાઝ એક્ટ’ની જેમ જ ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’ની જોગવાઈ કરવામાં આવી છે.

ધ ગુજરાત ‘ગુંડા એન્ડ એન્ટિ-સોશિયલ એકટિવિટીઝ (પ્રિવેન્શન) એકટ’માં વ્યાજખોરો, માનવ તસ્કરી, ગૌવંશ હત્યા, નાણાકીય છેતરપિંડી સહિતના ગુનાઓ, જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો, સરકારની વિરુદ્ધ કોઈ સમાજને ભડકાવવો અથવા તેના જેવું કૃત્ય આવા તમામ ગુનામાં આ એક્ટ લાગુ પડશે.

‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’

  • ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદૃ અને 50 હજાર રૂપિયાનો દંડ કરાશે
  • ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશિયલ કોર્ટની રચના કરાશે.
  • ગુંડા તત્ત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઈ શકશે.
  • સાક્ષીઓને પૂરતું રક્ષણ આપી અને તેમનાં નામ-સરનામાં ગુપ્ત રાખવામાં આવશે.
  • ગુનો નોંધતાં પહેલાં સંબંધિત રેન્જ IG અથવા પોલીસ કમિશનરની પૂર્વમંજૂરી આવશ્યક હશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular