Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsGujaratગણપત યુનિ.એ માઇક્રો-ફોરેસ્ટ ઉગાડી અનોખી સિદ્ધિ હાંસલ કરી

ગણપત યુનિ.એ માઇક્રો-ફોરેસ્ટ ઉગાડી અનોખી સિદ્ધિ હાંસલ કરી

વિદ્યાનગરઃ ગ્રીન કેમ્પસ માટેના નેશનલ લેવલના પ્રિયદર્શિની એવોર્ડવિજેતા ગણપત યુનિવર્સિટીના 40,000થી વધુ વૃક્ષોથી આચ્છાદિત હરિયાળા પ્રાંગણમાં વધુ એક લીલોછમ્મ ઇતિહાસ સર્જાઈ રહ્યો છે. 15 ઓગસ્ટ, 2020થી આજદિન સુધીના ટૂંકા ગાળામાં ગણપત યુનિવર્સિટીના 40 ગ્રીન-વર્કર્સે માત્ર 4000 સ્કવેર મીટર જમીન ઉપર 12,000 વૃક્ષો વાવીને એક માઇક્રો-ફોરેસ્ટ ઉછેરવાનું કાર્ય કર્યું છે.આ માઇક્રો-ફોરેસ્ટના પ્રણેતા અને ગણપત યુનિવર્સિટીના પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈ પટેલે માઇક્રો-ફોરેસ્ટની મુલાકાત લઈ તેની ઝડપી અને નોંધપાત્ર પ્રગતિની સરાહના કરી હતી. તેમણે માઇક્રો-ફોરેસ્ટની માવજતનું નાનું-મોટું પ્રદાન આપનાર તમામ 40 જેટલા કાર્યકરોના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આ ખૂબ મહત્ત્વનું સેવા કાર્ય છે અને મારે સૌ મિત્રોનો વ્યક્તિગત આભાર પ્રગટ કરવો છે. તેમના માનમાં આજે ભોજન સમારંભનું આયોજન કરવું છે. આ નિમિત્તે યોજાયેલા ભોજન સમારંભમાં ગણપતભાઈએ બધા કાર્યકારોના કાર્યને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કરતીને સૌ સાથે ભોજન લીધું હતું.વિશ્વઆખું જ્યારે આજે ક્લાયમેટ ચેન્જ માટે ચિંતા કરી રહ્યું છે, ત્યારે યુનિવર્સિટીના હરિયાળા કેમ્પસમાં એક વિદ્યાર્થીદીઠ પાંચ વૃક્ષોના લક્ષ્ય સાથે ગણપતભાઈની પ્રેરણા સાથે યુનિવર્સિટીના ડિરેક્ટર જનરલ અને પ્રો. ચાન્ચેલર ડો. મહેન્દ્ર શર્માના માર્ગદર્શન સાથે પરિવાર કાર્યરત છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular