Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત સાયન્સ સિટી દ્વારા ચાર દિવસીય વર્કશોપનું આયોજન

ગુજરાત સાયન્સ સિટી દ્વારા ચાર દિવસીય વર્કશોપનું આયોજન

અમદાવાદઃ ગુજરાત સાયન્સ સિટી દ્વારા 25થી 28 ઓગષ્ટ સુધી બટરફ્લાય આઇડેન્ટિફિકેશન અને ઇકોલોજી પર ચાર દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં 25 ઓગસ્ટે 25 જેટલા વિદ્યાર્થીઓ અને પર્યાવરણપ્રેમીઓએ ભાગ લીધો હતો.

ડો. શેખ જિલાનીસાહેબ, સાયન્સ સિટીના ભૂતપૂર્વ ક્યુરેટર–એફ NCSM સાયંટિસ્ટ ઇન રેસિડેન્ટ, કેએસઆર ટ્રસ્ટ એન્ડ નેચરલ હિસ્ટ્રી સોસાયટી ઓફ ઇન્ડિયા ડો. નરોત્તમ સાહુ (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, જીસીએસસી), પૂનમ ભાર્ગવા પૂનમ ભાર્ગવા (પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ, ગુજકોસ્ટ) તથા શ્રીમતી મેઘા પંડ્યા (સાયંટિસ્ટ ક્યુરેટર-GSCS) દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમની શરૂઆત ડો. નરોત્તમ સાહુએ વર્કશોપમાં આવેલા વિદ્યાર્થીઓના પરિચયથી કરી તેમને સાયન્સ સિટી વિશેની માહિતી આપી હતી. એ સાથોસાથ ગુજરાતમાં આવેલી પતંગિયાની વિવિધ 193 પ્રજાતિઓ તથા સાયન્સ સિટીમાં 28 જેટલી પ્રજાતિઓ વિષે જણાવ્યું હતું. પતંગિયા વિશે કેટલાક ફેક્ટ અને તેની ઓળખ વિશેની માહિતી આપી હતી.

ડૉ. શેખ જિલાણીસાહેબે પાર્ટિસિપેન્સનું અભિવાદન કરીને વિદ્યાર્થીઓને પંતગિયા વિશેની વિવિધ માહિતી આપી હતી. જેમાં પંતગિયાને ઈયળમાંથી પંતગિયા બનવા સુધીની સફર વિશેની માહિતી આપી. જેમાં પંતગિયાને સંપૂર્ણ રીતે વિકસિત થતાં એક મહિનાનો સમય લાગતો હોવાનું જણાવ્યું હતું. એમના આયુષ્ય અને તેમની લાઇફ-સાઇકલ વિશેની માહિતી આપી હતી.

ત્યાર બાદ તમામ વિદ્યાર્થીઓને સાયન્સ સિટીમાં આવેલા નેચર પાર્કમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તેમને પતંગિયા વિશેની કેટલીક માહિતી આપી અને બટરફ્લાય પાર્કમાં રહેલા પતંગિયાની ઓળખ કરાવી સાથોસાથ નેક્ટર પ્લાન્ટ (બટરફ્લાય માટેના ફીડિંગ પ્લાન્ટ) તથા બ્રિડિંગ પ્લાન્સ કે જ્યાં માદા પતંગિયા ઈંડાં મૂકે છે. તેમણે વિવિધ પ્લાન્ટસ બતાવીને તેમની ઓળખ કરાવી હતી.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular