Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujarat'જબ પ્યાર કિયા તો ડરના ક્યા'! પૂર્વ ધારાસભ્યએ કર્યા 60 વર્ષે...

‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’! પૂર્વ ધારાસભ્યએ કર્યા 60 વર્ષે બીજી લગ્ન..

‘ના ઉમ્ર કી સીમા હો ના જન્મ કા હો બંધન જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન.’ આવો જ એક કિસ્સો દક્ષિણ ગુજરાતમાં બન્યો છે. રાજ્યના એક પૂર્વ ધારાસભ્ય 60 વર્ષની ઉંમરે બીજી વખત લગ્નગ્રંથિમાં જોડાયા છે.

હકીકતમાં વલસાડના ધરમપુર વિધાનસભાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ 60 વર્ષે બીજી વખત લગ્નગ્રંથિમાં જોડાયા છે. ઈશ્વરભાઈ પટેલે વલસાડના અટગામ કોલવાડ ફળિયામાં રહેતા ઓપીનાબેન નામના એક મહિલા સાથે કોર્ટ લગ્ન કર્યા છે.

ઈશ્વરભાઈ અને ઓપીનાબેને તેમના પરિવારજનોની હાજરીમાં વાંસદાની કોર્ટમાં કોર્ટ મેરેજ કરી અને વાંસદા રામજી મંદિરમાં ભગવાનની સાક્ષીએ એકબીજાના જીવનસાથી બનવાના કોલ આપ્યા હતા. નોંધનીય છે કે,  ઈશ્વરભાઈ પટેલ વર્ષો પહેલા ધરમપુરમાં અને આસપાસના વિસ્તારમાં આદિવાસી માટે જાણીતો ચહેરો હતા. તેઓ કોંગ્રેસની ટિકિટ પર જીતી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. બાદમાં તેઓ કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા હતા.

એમના પ્રથમ પત્નીનું વર્ષો અગાઉ અવસાન થઈ ચૂક્યું હતું. આથી ત્યારથી તેઓ એકલવાયું જીવન જીવતા હતા. જોકે હવે ઉંમરની ઢળતી સંધ્યાએ જીવનની એકલતા દૂર કરવા જીવનસાથીની જરૂર જણાતા પોતાની પસંદગીના અટગામના કોલવાડ ફળિયામાં રહેતા ઓપીનાબેન સાથે જીવનની બીજી ઇનિંગની શરૂઆત કરી છે.

ઈશ્વરભાઈએ એમના આ બીજી વખત લગ્ન કરવાના વિષય પર સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરી હતી. એમના મત પ્રમાણે તેઓ પ્રથમ પત્નીના અવસાન બાદ વર્ષો સુધી એકલવાયું જીવન જીવતા હતા. જોકે હવે એમને જીવનસાથીનો ખાલીપો દૂર કરવા જીવનસાથીની જરૂર જણાતા બીજા લગ્ન કર્યા જોકે સોશિયલ મીડિયામાં પૂર્વ ધારાસભ્યના પુનઃલગ્ન ચર્ચાનો મુદ્દો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular