Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratધોલેરામાં પહેલો સેમીકંડક્ટર પ્લાન્ટઃ એક લાખ રોજગારીનું સર્જન

ધોલેરામાં પહેલો સેમીકંડક્ટર પ્લાન્ટઃ એક લાખ રોજગારીનું સર્જન

નવી દિલ્હીઃ વેદાંતા અને તાઇવાની ઇલેક્ટ્રોનિક્સ કંપની ફોક્સકોનના સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે માટે કરવામાં આવેલા સંયુક્ત સાહસે ગુજરાતના અમદાવાદની નજીક ધોલેરામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે, આ માહિતી વરિષ્ઠ અધિકારીઓએ આપી હતી.

વેદાંતા અને ફોક્સકોનની વચ્ચે કરવામાં આવેલા સંયુક્ત સાહસમાં દેશની સ્વતંત્રતા પછી કોર્પોરેટ ઇતિહાસનું સૌથી મોટું મૂડીરોકાણ છે. જેના હેઠળ બંને કંપનીઓ મળીને રૂ. 1.54 લાખ કરોડના મૂડીરોકાણથી ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે  મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરશે. એ દેશનો પહેલો સેમીકન્ડક્ટર પ્લાન્ટ હશે. બંને કંપનીઓની વચ્ચે મૂડીરોકાણનો એ કરાર ગયા વર્ષે થયો હતો. તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકારથી વિગતવાર માહિતી લીધા પછી અને વિશ્લેષણ કર્યા પછી વેદાંતા અને ફોક્સકોનના સંયુક્ત સાહસે ધોલેરામાં ઉત્પાદનન એકમ સ્થાપિત કરવા માટે નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં રૂ. 1.50 લાખ કરોડના મૂડીરોકાણથી લગાવવામાં આવી રહેલા આ સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે બનાવવાના પ્લાન્ટથી એક લાખ લોકોને રોજગારી મળવાનો અંદાજ છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે પૂરો સહયોગ કરશે. વળી, રાજ્ય સરકાર તરફથી આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સબસિડી અને ઇન્સેન્ટિવ ઓફ કરવામાં આવી રહ્યા છે, જેમાં જમીન ખરીદવા પર ઝીરો સ્ટેમ્પ ડ્યુટી, પાણી અને વીજમાં સબસિડી વગેરે પ્રોત્સાહનો સામેલ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular