Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratરાજકોટમાં રોગચાળો ભડક્યો, 12 ડેન્ગ્યુ કેસ સહિત 2082 કેસ નોંધાયા

રાજકોટમાં રોગચાળો ભડક્યો, 12 ડેન્ગ્યુ કેસ સહિત 2082 કેસ નોંધાયા

રાજકોટમાં તહેવારો બાદ બેવડી ઋતુને કારણે રોગચાળો વકરી રહ્યો છે. ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગ મનપાનાં અથાગ પ્રયાસો છતાં સંપૂર્ણપણે કાબૂમાં આવી રહ્યા નથી. જેમાં શહેરમાં છેલ્લા બે માસથી ડેન્ગ્યુનાં કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ચાલુ અઠવાડિયે વધુ 12 ડેન્ગ્યુનાં કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત મેલેરિયા તાવનાં 2 અને ચિકનગુનિયાનાં 2 દર્દીઓ સામે આવ્યા છે અને વિવિધ રોગોના 2082 કેસ નોંધાયા છે. જેમાં શરદી- ઉધરસનાં સૌથી વધુ 1038 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે અને શહેરમાં ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે. જોકે, ખાનગી ક્લિનિકોને ધ્યાનમાં રાખીએ તો કુલ દર્દીનો આંકડો 5 ગણો એટલે કે 10,000થી વધુ હોવાની શક્યતા છે.

સરકારી આંકડા મુજબ છેલ્લા એક અઠવાડિયાથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2082 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 1038 કેસ, ઝાડા-ઉલટીનાં 171, સામાન્ય તાવનાં 857 કેસ નોંધાયા છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 12 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં મેલેરિયા તાવ અને ચિકનગુનિયાનાં 2-2 કેસ પણ નોંધાયા છે. રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 11 નવેમ્બરથી તા. 17 નવેમ્બર વચ્ચે 71,852 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. અને 3,231 ઘરોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે.​​​​​​​સામાન્ય રીતે મચ્છરની ઘનતા વધુ હોય એવા વિસ્તારમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 483 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંકમાં 431 તો કોર્મશીયલમાં કુલ 177 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. તેમજ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. જોકે આ રોગચાળો અટકાવવા માટે મચ્છરની ઉત્પત્તિ રોકવામાં લોકો પણ પ્રયાસ કરે તે જરૂરી હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular