Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉદગમ શબ્દ સુરોત્સવમાં સંગીત અને ગઝલની મોહક મહેફિલ

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉદગમ શબ્દ સુરોત્સવમાં સંગીત અને ગઝલની મોહક મહેફિલ

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી 18 ઓક્ટોબર 2024ના હોલ, ગાંધીનગર ખાતે ઉદ્દગમ શબ્દ સુરોત્સવ આયોજન કરવામાં આવ્યું. મુખ્ય મેહમાન ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ, સ્વાવલંબી ભારત અભિયાનના જિલ્લા સમનવ્યક ધર્મેન્દ્રભાઈ ભટ્ટ, રાજ્યપાલ પ્રેસ સેક્રેટરી હિરેનભાઈ ભટ્ટ, સમાજ સેવી આશાબેન સરવૈયા,  ચાણક્ય જોષી, સંજયભાઈ થોરત, વીણાબેન વોરા,  ભીખુદાન ગઢવી, ડો. મયુર જોષીએ દીપ પ્રાગટ્ય કર્યું હતું.

મુખ્ય મેહમાન હેમાબેન ભટ્ટે ઉદગમના કાર્યોની પ્રસંશા કરતાં જણાવ્યું કે “ઉદગમ ગાંધીનગરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિચારને ધ્યાનમાં રાખીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સારું સંગીતના વિવિધ કાર્યો બદલ અભિનંદન પાઠવીને સહકારની બાંહેધરી આપી હતી”

ઉદ્દગમ શબ્દ સુરોત્સવમાં ભારતના વિશ્વ પ્રસિદ્ધ શાયરો નિદા ફાઝલી, મિર્ઝા ગાલિબ, ગુલઝાર, એહમદ મીર વગેરેની જાણીતી ગઝલો ગાયિકા ડો. મિતાલી નાગએ ‘ફિઝાં ભી હૈ જવાં જવાં’ ગઝલથી શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમના સહ ગાયક હિરેન બારોટ સાથે મળીને સલોના સા સજન, મેરા કુછ સામાન પડા હૈ, ફિર સાવન કી પવન ચલી, શાંત ઝરુખે વાટ નિરખતી, ફિર છીડી રાત ફૂલોં કી,  કિસી નજર કો તેરા ઇન્તેઝાર, હમ તેરે શહર મ આયે હૈ,આજ જાને કી જીદ ના કરો, રંજીસ હી સહી દિલ હીઁ દુઃખાને કે લિયે આ,હોશવાલોં કો ખબર ક્યા, જગજીત સિંહ મેલેડી તુમ કો દેખા તો યે ખયાલ આયા,તુમ ઇતના જો મુસ્કારે રહે હો,ઝૂકી ઝૂકી સી નજર બેકરાર હૈ કી નહિ, હોઠોં સે છું લો તુમ મેરા ગીત અમર કર દો,રસ્મે ઉલ્ફત કો નીભાયે કૈસે,મેં ખયાલ હું કિસી ઔર કા મુજે સોચતા કોઈ ઓર હૈ,ચમકતે ચાંદ કો ટુટા હુઆ તારા બના ડાલા,ઝુસ્તઝુ જિસકી થી ઉસકો તો ના પાયા હમને, નયન ને બંધ રાખીને તમને જોયા છે, ચાંદી જૈસા રંગ હૈ તેરા,બાદ શ્રોતાઓની વિવિધ ફરમાઈશ અને અંતે દમાદમ મસ્ત કલંદર ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરીને રસતરબોળ કરી દીધા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular