Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત ATS દ્વારા રૂ. 51 કરોડનું ડ્રગ્સ જપ્ત, ત્રણની ધરપકડ

ગુજરાત ATS દ્વારા રૂ. 51 કરોડનું ડ્રગ્સ જપ્ત, ત્રણની ધરપકડ

સુરતઃ પલસાણાની એક ફેક્ટરીમાં ગુજરાત ATS દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં દરોડા પાડીને ગુજરાત ATS દ્વારા સુરતના કારેલીમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. ગુજરાત ATSએ કરોડોના કાચા માલની સાથે ત્રણ લોકોની ધરપકડ કરી લીધા હતા. આ કાચો માલની કિંમત રૂ. 51 કરોડ હતી. આ મામલે ગુજરાત ATS દ્વારા અનેક દિશાઓમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ATSની ટીમે બુધવારે રાતે કારેલીના રહેણાક વિસ્તારમાં એક પતરાના શેડમાં ચાલતી ફેક્ટરીમાં દરોડા પાડયા હતા.આ દરમિયાન ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ મળી આવ્યું હતું. અહીં ચુનાની ફેક્ટરીમાં આડમાં આ ગોરખ ધંધો ચલાવવામાં આવતો હતો. જે બાદ ATSની ટીમે તાત્કાલિક તપાસ માટે FSLની ટીમને અહીં બોલાવી હતી. જે બાદ FSLની ટીમે આ ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ હોવાની પુષ્ટિ કરી હતી. એટીએસ દ્વારા ગોડાઉન સીલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અહીં દર્શન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક મોટા પતરાના શેડમાં માદક પદાર્થ બનાવતી એક મેન્યુફેક્ચરિંગ ગુજરાત ATSએ ફેક્ટરી શોધી કાઢી હતી. જેમાં કુલ કિંમત રૂ. 51.409 કરોડનો 4 કિલો મેફેડ્રોન તથા 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોનનો મુદ્દા માલ કબજે કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular