Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsGujaratલાયન્સ ક્લબ ઓફ અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શ્રવણ સહાયનું વિતરણ

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શ્રવણ સહાયનું વિતરણ

અમદાવાદઃ લાયન્સ કલબ ઓફ અમદાવાદ સેટેલાઈટે વિશેષ જરૂરીયાત ધરાવતાં  બાળકોને વિનામૂલ્યે શ્રાવ્ય ઉપકરણોનુ વિતરણ કર્યું છે. ક્લબના પ્રમુખ મિહિર પરીખે મોટી સંખ્યામાં સભ્યો, ભૂતપૂર્વ ઈન્ટરનેશનલ ડિરેક્ટર્સ  અને પાસ્ટ ઈન્ટરનેશનલ ગવર્નર્સની હાજરી ધરાવતા સમારંભમાં આ ઉપકરણોનુ વિતરણ કરાયું હતું.

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સેટેલાઈટે આ અગાઉ અમદાવાદમાં ચાંદલોડીયા ખાતેની કે.એમ. પંચાલ સ્કૂલના બાળકોને ડિસ્ટ્રીક્ટ ગવર્નર રસીક પટેલ, ઝોન ચેર પર્સન બીપીન પંચાલ, અને ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડીનેર જીએસટી સૌદામીની પટેલની હાજરીમાં સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું.

આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ આસાનીથી આવન-જાવન કરી શકે તે માટે એમને સ્ટીક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular