Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsGujaratહીરાની ચમક ફિક્કી પડીઃ સુરતમાં 20,000ની નોકરી ગઈ

હીરાની ચમક ફિક્કી પડીઃ સુરતમાં 20,000ની નોકરી ગઈ

સુરતઃ પશ્ચિમી દેશો અને ચીનમાં છેલ્લા એક મહિનાથી કટ અને પોલિશ્ડ ડાયમંડ્સની માગમાં ભારે ઘટાડો થયો છે. જેને પગલે સુરતમાં આશરે 20,000 લોકોએ નોકરી ગુમાવવી પડી છે, એમ બિનસત્તાવાર સૂત્રોએ કહ્યું હતું. વિદેશોમાં હીરાની માગ ઘટવાથી સુરતમાં કામદારોની નોકરીઓમા આંચકો એટલે લાગ્યો છે, કેમ કે 80 ટકા વેચાતા હીરા અહીં પોલિશ કરવામાં આવે છે. કટ અને પોલિશ્ડ હીરાનું સૌથી મોટું બજાર અમેરિકા છે અને એના પછી ચીન છે. સુરતમાં હીરા ઉદ્યોગ બહુ મોટો છે. અહીં 4000 કટિંગ અને પોલિશિંગ યુનિટ્સ છે, જેમાં આઠ લાખ લોકોને રોજગારી મળે છે.

સુરત ડાયમંડ્સ એસોસિયેશન (SDA)ના સેકેટરી દામજી માવાણીનું કહેવું છે કે માગમાં ઘટાડાને પગલે પ્લાન્ટ માત્ર 60થી 70 ટકા ક્ષમતે ચાલે છે. ગુજરાતમાં ડાયમંડ્સ વર્કર્સ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકનું પણ કહેવું છે કે સુરતના ડાયમંડ સિટી પર 2008 જેવી મંદીના સંકેત ડરાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ઓર્ડર બહુ ઓછા મળી રહ્યા છે, જેથી કામદારોની સંખ્યામાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ કામકાજના દિવસો પણ ઘટાડવામાં આવી રહ્યા છે, જેથી કામદારો કામ ના કરે તો તેમને પેમેન્ટ ના કરવું પડે.

ગયા વર્ષે એપ્રિલ-નવેમ્બર 2022માં હીરાની નિકાસ વાર્ષિક આધારે 5.43 ટકા ઘટી હતી. હીરાની માગમાં ઘટાડાને પગલે પોલિશ્ડ હીરાના ભાવ તૂટી રહ્યા છે અને એનાથી હીરાની કંપનીઓમાં માર્જિન પ્રભાવિત થઈ રહ્યા છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular