Saturday, July 19, 2025
Google search engine
HomeNewsGujaratધ્રુવ પર્વ- પાંચમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન

ધ્રુવ પર્વ- પાંચમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સંહયોગ સાથે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, સૌરાષ્ટ્ર- કચ્છ સેવા સમાજ અને ઓએનજીસીના સહકારથી  બે દિવસીય તા. ૭-૮ ઓકોટબર ૨૦૨૩ના રોજ, રાત્રે ૦૮ : ૩૦ વાગ્યાથી કોમ્યુનિટી હોલ, સેક્ટર -૦૭, ગાંધીનગર ખાતે ધ્રુવ પર્વ- પાંચમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરેલ હતું.

ધ્રુવ પર્વ- પાંચમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલમાં ઉદગમના ટ્રસ્ટી ડો. મયુર જોષીએ સ્વાગત પ્રવચનમાં ઉદગમના કાર્યક્રમોની માહિતી આપી અને ધ્રુવ પર્વના ઉદેશ્યો જણાવ્યા હતા. ધ્રુવ પર્વના મુખ્યમહેમાન પદે ગાંધીનગર મહાનગર પાલિકાના નગરસેવક મહેન્દ્રભાઈ પટેલ(દાસ)  અને અતિથિવિશેષ પદે હેમાબેન ભટ્ટ, પૂર્વ ગૃહ મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી પધાર્યા હતા. ધ્રુવ પર્વના મુખ્યમહેમાન મહેન્દ્રભાઈ પટેલે ઉદગમના ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્ધન કાર્યની સાથે ઉદગમના સામાજિક કાર્યોની પ્રશંસા કરી અને સંસ્થાની કોઈપણ જરૂરીયાત માટે સંસ્થાને મદદની ખાતરી આપી હતી.

મહાનુભાવોના હસ્તે ગાંધીનગરની સંગીતની જાણીતી સંસ્થા કલાગુર્જરીનાં પ્રમુખ એન.પી પટેલ  અને સંગીત મર્મજ્ઞ શિશિરભાઈ ભટ્ટનું તેઓની ભારતીય કલા અને સંસ્કૃતિની દીર્ઘકાલીન સેવા બદલ ઉદગમના સ્વર્ગીય ટ્રસ્ટી ધુવભાઈ જોષીની સ્મૃતિમાં અપાતા શાલ અને ટ્રોફીથી ધ્રુવ કલા સમ્માનથી નવાજવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના ગૌરવ પરરસ્કાર મેળવનાર ગાંધીનગરના શ્રી મયંકભાઇ દવે, ભીખુદાન ગઢવી, અને ભાવિન પટેલનું સ્ટોલ  ઓઢાડીને સમ્માન સાથે શુભેછા પાઠવવામાં આવી હતી.

ધ્રુવ પર્વ- પાંચમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલના પ્રથમ દિવસ તા. ૭ મી ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ  પ્રથમ પ્રસ્તુતિ નવી દિલ્હીથી પધારેલ મહિયર ઘરાનાના શાસ્ત્રીય સંગીતના સાધક અને પંડિત રવિશંકરજીના શિષ્ય પંડિત શુભેન્દુ રાવ સિતાર પર બિલાવલ ઠાઠના રાગ હેમંતમાં જોર, ઝાલા, આલાપ અને   મધ્ય લયે  ત્રિ તાલ .વગાડીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દ્વિતીય પ્રસ્તુતિ અમદાવાદના વાયોલિન વાદક પરમ પંડ્યાએ કનાટકી સંગીત રાગ મોહનમ, રાગ કલ્યાણી, રાગ  સાવેરી બાદ રાગ હંસધ્વનિની કોમ્પોઝિશન મૂથું સ્વામી દિક્ષિતાર દ્વારા કમ્પોસ્ડ અને રાગ કદનકુતુહલમ રઘુવંશ સુધામ્બુધિભોપાલી સંગાથે શ્રોતાઓને ડોલાવી દીધા હતા તેમની સાથે પ્રજ્ઞેશ દુધરેજીયા એ તબલા સંગત કરી હતી.

તૃતીયા પ્રસ્તુતિ બનારસના પંડિત સિદ્ધાર્થ બેનર્જીએ સિદ્ધવીણા વાદનથી રાગ જોગમાં રૂપક તાલમાં ગત પ્રતુત કરી અને સાજન મોરે ઘર આયો પારંપરીક અને જાણીતી બંદિશ રાગ તીન તાલમાં પ્રસ્તુત કરી અને પ્રેક્ષકોની લાગણીને માન આપીને તેમણે રંગ સારી ગુલાબી ચુનરરિયા રેથી પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.સપન અંજારિયાએ બંને પંડિતો સાથે તબલા પર સંગત કરી હતી.

ધ્રુવ પર્વ- પાંચમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલના પ્રથમ દિવસ તા. ૮  મી ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ પ્રથમ પ્રસ્તુતિ રાજકોટના ઇન્દોર ઘરાનાના શસ્તીર્ય ગાયિકા અને વિદુષી પિયુ સરકે અને પદ્મશ્રી શુભ મુદ્દગલના શિષ્યા ડો. ધ્વનિ વચ્છરાજાનીએ ગાયનની શરૂઆત રાગ શુદ્ધ કલ્યાણથી કરીને તાલ ઝુમરમા બડા ખ્યાલ બાદ તીન તાલમાંમંદિરમાં ડફ બાજ્યો રે જાણીતી મધ્ય લયની પ્રસ્તુત કરીને તરાના  ગયાં પછી રાગ દરબારીમાં ઇન્દોર ઘરાનાની કિન બૈરન કાન પરે અને જા રે મંદિરયાવા મધ્યલય એકતાલમાં બંદિશ બાદ બાદ તરાનાની પ્રતુતઈ કરી હતી.

દાદરા ખમાજમાં અને છેલ્લે જાનકી નાથ સાયા કરે ભજનની રાગ મિશ્ર તિલક કામોદ માં પ્રેક્ષકોને આનંદિત કરી દીધા હતા. તેમની સટહતે હાર્મોનિયા પર પંડિત શિશિર ભટ્ટ અને નંદકિશોર દાંતેએ તબલા પર  સંગત કરી હતી
બીજી.પ્રસ્તુતિ ગાંધીનગરના જાણીતા કથક ગુરુ ગાર્ગી ઠક્કરે અને તેમની વિધાર્થીઓએ પ્રથમ ગણેશ વંદના, બીજી  તરાના, ત્રીજુ શુદ્ધ કથક, ચોથી ગત્ ભાવ, પાંચમું પરંપરાગત કથકની પ્રસ્તુત કરીને પ્રક્ષકોના મન અને પગ થરકાવી દીધા હતા. તેઓની સાથે દિવ્યા પારેખ અને મોહિત સુરાણીએ સંગત કરી હતી.

ધ્રુવ પર્વમાં ગાંધીનગરના ભારતીય શાસ્ત્રીય સંગીત રસિક મહાનુભાવો પૂર્વ ગૃહ મંત્રી મહેન્દ્ર ત્રિવેદી, વાગ્મીનભાઈ બુચ, પિનાકીન વ્યાસ, સંજય થોરાટ, કીર્તિભાઈ જોષી રાજેંદ્ર જોષી, ચાણક્ય જોષી,  જયરાજસિંહ અને આશાબેન સરવૈયા, જીલુભા અને હર્ષાબા ધાંધલ, નરેન્દ્રભાઈ મંદિર વગેરે  ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મંચ સંચાલન પારૂલબેન મેહતાએ કર્યું હતું અને ધ્રુવ પર્વને સફળ બનાવવામાં ઉદગમના મનોજભાઈ જોષી, જયપ્રકાશ ભટ્ટ, અંજલિ ચૌહાણ, વાગ્મી અને કિરાત જોષીએ ખુબ જ જેહમત ઉઠાવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular