Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratનાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કોરોના સંક્રમિત

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કોરોના સંક્રમિત

અમદાવાદઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે કોરોના વાઇરસનાં પ્રાથમિક લક્ષણો જણાતાં ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેમને શહેરની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.નાયબ મુખ્ય પ્રધાને નીતિન પટેલે કોરોનાની રસીનો એક ડોઝ લઈ લીધો છે.

આ દરમ્યાન ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતના ગાંધીનગરની આયુર્વેદિક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહે શહેરમાં GMDC હોસ્પિટલ અને કોલવડા ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ બાદ પોતાના સંસદીય મત વિસ્તારના કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર સેવા માટે 10 કરોડને ખર્ચે સાધન સહાય ઉપલબ્ધ કરાવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઊભી કરેલી આરોગ્ય સુવિધાને પગલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમ જ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સમગ્ર ગુજરાત વતી તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

નીતિન પટેલ સતત બે દિવસથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે હતા. ગઈ કાલે પણ તેઓ દિવસભર ગૃહપ્રધાન અમિત શાહ સાથે હતા.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular