Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદમાં ‘ડીફેન્સ એક્સ્પો 2022’ મુલતવી

અમદાવાદમાં ‘ડીફેન્સ એક્સ્પો 2022’ મુલતવી

અમદાવાદ: હાલ જ્યારે આઝાદીનું અમૃત પર્વ ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ અને ગાંધીનગર ખાતે ‘ડીફેન્સ એક્સ્પો 2022’ પ્રદર્શન યોજાવાનું હતું, પરંતુ હાલપૂરતું તે મુલતવી રાખવામાં આવ્યું છે.

ગુજરાતના આંગણે સંરક્ષણની ત્રણેય પાંખોનું અદભુત પ્રદર્શન ‘ડીફેન્સ એક્સ્પો 2022’ યોજાવાનું હતું, પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોજીસ્ટિક સપોર્ટની સમસ્યાને કારણે ડીફેન્સ એક્સ્પો કાર્યક્મ મુલતવી રાખવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આર્મી, એરફોર્સ અને નેવી – આ ત્રણેય પાંખની કવાયતની કામગીરી શરૂ પણ થઇ ગઇ હતી. પરંતુ આ આયોજન હાલપૂરતું મુલતવી રખાયું છે. આયોજનની નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular