Monday, July 21, 2025
Google search engine
HomeNewsGujaratચૂંટણી લડવા માટે ઘટ્યા રૂપિયા, જનતાના ભરોસે થશે ચૂંટણી પ્રચાર!

ચૂંટણી લડવા માટે ઘટ્યા રૂપિયા, જનતાના ભરોસે થશે ચૂંટણી પ્રચાર!

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ પક્ષો માટે ચૂંટણી પ્રચાર વધુ ખર્ચાળ બનતો જતો હોય છે. આ વચ્ચે ચૂંટણી પ્રચારના ખર્ચને પહોંચી વળવા માટે પોરબંદર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલીત વસોયાએ અનોખી પહેલ કરી છે. તેમણે પોતાની જનતા પાસે વોટની આપવાની સાથે આર્થિક મદદ કરવાની પણ વાત કરતો એક વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુક્યો છે.

શું બોલ્યા છે વિડીયો પોસ્ટમાં

પોરબંદર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલીત વસોયાએ 19 એપ્રિલના એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે પોતાની જનતા પાસે ચૂંટણી પ્રચારને પહોંચી વળવા મત સાથે આર્થિક મદદ પણ માગી છે. વિડીયો પોસ્ટથી લલિત વસોયાએ કહ્યું છે કે “હુ સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો અને વિડીલો વિનંતી કરવા આવ્યો છું. આપ સૌ જાણો છે કે હું ખેડૂતો, ગરીબો, મહિલા અને બેરોજગારોનો અવાજ બની વિધાનસભાની અંદર ગરજ્યો છું. હું સામાન્ય પ્રજા અને ખેડૂતોનો ઉમેદવાર છું. અને આપનો અવાજ બનું છે. સામે પક્ષે અઢળક નાણાં ખર્ચ થવાના છે, જેની સામે કોંગ્રેસ પાર્ટીના ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે. જેથી હું આપને અપીલ કરું છે. મને એક રૂપિયાથી લઈ આપની અનુકુળતા પ્રમાણે સહાય રૂપ બનો. હું ખેડૂત પરિવાર માંથી આવુ છું, મારી પરિસ્થીતી સામાન્ય છે.” આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં હેસટેગ માર્યુ છે “વોટ_તો_આપો_સાથે_નોટ_પણ_આપો”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular