Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratખ્યાતિ કાંડમાં મૃત્યુઆંક વધ્યો, કુલ નવ લોકોએ ગુમાવ્યા જીવ

ખ્યાતિ કાંડમાં મૃત્યુઆંક વધ્યો, કુલ નવ લોકોએ ગુમાવ્યા જીવ

ખ્યાતિ ગ્રુપ ગરીબોના નામે સરકારી તીજોરી લુટવામાં મલ્ટિસ્પિશિયાલિટી સાબિત થઈ છે. પહેલા 2022માં એક કાંડ અને હવે બીજી 2024માં ફરી એક વખત બે દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. જેની તપાસ ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ આ મૃત્યુનો આંકમાં વધારો થતો નોંધાય રહ્યો છે. હવે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ 4 દર્દીના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. આમ, કહેવાતી આ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના કેમ્પના બહાને દાખવેલી બેદરકારીથી અત્યારસુધી 9 જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિનાયકપુરા ગામમાં છઠ્ઠી ઓક્ટોબરના રોજ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો. જે પૈકી 75 વર્ષીય ગણપત વાળંદને હૃદયની નળીઓ બ્લોક હોવાનું કહીને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમની એન્જિયોગ્રાફી કર્યા બાદ એન્જિયોપ્લાસ્ટી ડો. પ્રશાંત વજીરાણી દ્વારા કરાઇ હતી. પરંતુ સ્ટેન્ટ મૂક્યા બાદ તબીયત લથડતાં સિવિલની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ચોથી નવેમ્બરના તેમનું મૃત્યુ થયું હતું. બીજી બાજુ પાંચમી માર્ચ 2023માં કડી તાલુકાના ખાવડ ગામમાં કેમ્પ યોજ્યો હતો. જેમાં 12 વ્યક્તિની નળીઓ બ્લોક હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે ગામના દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાં દંપતિ 85 વર્ષીય મૂળજી ચાવડા-ચંપાબેન ચાવડાનો સમાવેશ થતો હતો. બંનેની એન્જિયોગ્રાફી કરાઇ હતી અને રીપોર્ટ ખરાબ હોવાનું કહીને મૂળજીભાઇની એન્જિયોપ્લાસ્ટી કરાઇ હતી. સાતમી માર્ચે રજા આપ્યા બાદ 20મી માર્ચે સ્વાસ્થ્ય કથળતાં સિવિલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત કડી તાલુકાના વાઘરોડા ગામમાં 10મી ઓક્ટોબરના ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ યોજાયો હતો. જેમાં 23 વ્યક્તિની નળી બ્લોક હોવાનું કહેવાયું હતું. 14મી ઓક્ટોબરના તમામને ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા. જેમાં ડો. પ્રશાંત વજીરાણી દ્વારા 85 વર્ષીય ફતાજી ઠાકોરની બે નળીઓ બ્લોક હોવાનું કહી એન્જિયોપ્લાસ્ટી કરાઈ. સારવાર દરમિયાન 15 ઓક્ટોબરના હોસ્પિટલમાં જ મૃત્યુ થયું હતું. મહેસાણાના જોરણંગ ગામમાં યોજાયેલા ડિસેમ્બર 2022માં મેડિકલ કેમ્પ બાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ કથિત સારવાર દરમિયાન લક્ષ્મણ રાવળનું સ્ટેન્ડ મૂકાવ્યાના 3 માસ બાદ મૃત્યુ થયું હતું. આ સિવાય સ્ટેન્ડ મૂકાવેલા પાંચ દર્દીઓની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular