Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratUSAસ્થિત દાતા જિગરભાઈ પટેલને દાનભાસ્કર એવોર્ડ

USAસ્થિત દાતા જિગરભાઈ પટેલને દાનભાસ્કર એવોર્ડ

ચાંગા: ચારુસેટ કેમ્પસ માટે રૂ. એક કરોડનું માતબર દાન આપનાર મૂળ પાળજના વતની અને હાલમાં USA સ્થિત વિખ્યાત હોટેલિયર અને ઉદાર દિલના દાતા જિગરભાઈ અશોક્ભાઈ પટેલને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે 25 જાન્યુઆરીએ ગુરૂવારે ચારુસેટ કેમ્પસમાં  દાનભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચારુસેટ હોસ્પિટલમાં દાતા પરિવારના હસ્તે સ્વ. ડાહ્યાભાઈ ફુલાભાઈ પટેલ અને સ્વ. ઈશ્વરભાઈ ફુલાભાઈ પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ ડેન્ટલ કેરનું નામાભિધાન અને દીપ પ્રાગટ્ય સાથે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સમારંભના અધ્યક્ષસ્થાને કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા–કેળવણીમંડળ–CHRFના મંત્રી ડો. એમ.સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ.  પટેલ,  કેળવણી મંડળના ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ,  કેળવણી મંડળના ટ્રસ્ટી અને CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ,  અગ્રણી દાતા મનુભાઈ પી. ડી. પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી મધુબહેન પટેલ, ખજાનચી ગિરીશભાઈ સી. પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, દિલીપભાઈ પટેલ,  વી. એમ. પટેલ, જશભાઈ પટેલ, ચારુસેટ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ,  માતૃસંસ્થા–કેળવણી મંડળ-ચારુસેટ-CHRFના પદાધિકારીઓ,  હોદેદારો,  ચારુસેટની વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો, ડીન, વિભાગોના વડાઓ,  ફેકલ્ટી અને  ચારુસેટ હોસ્પિટલ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે દાતા જિગરભાઇ પટેલના પરિવારજનો- પત્ની મિત્તલબહેન પટેલ, બંને પુત્રો  જૈમિત અને હરિકૃષ્ણ, વિનોદભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, અલ્પેશભાઈ, ચંદ્રકાંતભાઈ  વગેરે ખાસ USA-UK, પાળજથી  હાજર રહ્યા હતા. દાતા પરિવાર તરફથી સન્માનનો પ્રતિભાવ વ્યક્ત કરતાં જિગરભાઈએ જણાવ્યું હતું કે  આ એવોર્ડ મારા પિતાને અર્પણ કરું છું જેમણે મને અન્યો માટે જીવવા અને સમાજ માટે સારાં કાર્યો કરવા પ્રેરણા આપી છે. આ બધું ભગવાનની કૃપાથી થાય છે. આ દાન થકી ચારુસેટનો હિસ્સો બનતાં ગૌરવ થાય છે અને વધુ અત્યાધુનિક તબીબી સેવાઓ દર્દીઓને ઉપલબ્ધ થાય તેવી આશા છે. કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલે આભારવિધિ કરી હતી. સમારંભનું સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર જયશ્રી મહેતા અને ડો. વિકાસ રાવલે કર્યું હતું.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular