Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratશાંતિ બિઝનેસ સ્કૂલમાં લાઈબ્રેરી એક્ટિવિટીના ભાગ રૂપે ‘ક્રિએટિવ એક્સપ્રેશન્સ’નું આયોજન કરાયું

શાંતિ બિઝનેસ સ્કૂલમાં લાઈબ્રેરી એક્ટિવિટીના ભાગ રૂપે ‘ક્રિએટિવ એક્સપ્રેશન્સ’નું આયોજન કરાયું

અમદાવાદઃ અત્રેની શાંતિ બિઝનેસ સ્કૂલની બુક વિઝાર્ડ્સ ક્લબ દ્વારા લાઈબ્રેરી એક્ટિવિટીના ભાગ રૂપે “ક્રિએટિવ એક્સપ્રેશન્સ”નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓએ રશ્મિ બંસલના પુસ્તક ‘અરાઈઝ એન્ડ અવેક’માં લખાયેલી વિવિધ સાહસિકોની વાર્તાઓ સર્જનાત્મક રીતે વ્યક્ત કરી હતી.

ઇવેન્ટની શરૂઆત એસબીએસના ડિરેક્ટર ડો. નેહા શર્માનાં સંબોધનથી થઈ હતી. તેમણે કારકિર્દીને વેગ આપવા માટે પુસ્તકો વાંચવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. વિવિધ જૂથોમાં વિદ્યાર્થીઓએ એકપાત્રી અભિનય, વિડીયો, નાટક, પ્રસ્તુતિઓ, માહિતી ગ્રાફિક્સ, એકાંકી વગેરેનો ઉપયોગ કરીને વાર્તાઓ રજૂ કરી હતી.

‘ટીમ ફ્લેમ્બોયન્ટ’ આ સ્પર્ધામાં વિજેતા તરીકે ઉભરી હતી. તેજસ્વી તોશનીવાલને “સેલ્ફી વિથ અ બુક” સપ્તાહના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તેની સેલ્ફી પર 499 લાઈક મેળવી હતી. શૈલજા ચોક્સીના પ્રેરણાદાયી શબ્દો અને તમામ વિજેતાઓને ઇનામ વિતરણ સાથે કાર્યક્રમ સમાપ્ત થયો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular