Saturday, December 6, 2025
Google search engine
HomeNewsGujarat કોર્ટે PM ડિગ્રી મામલે કેજરીવાલ, સંજય સિંહને સમન્સ મોકલ્યા

 કોર્ટે PM ડિગ્રી મામલે કેજરીવાલ, સંજય સિંહને સમન્સ મોકલ્યા

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદની એક કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિ મામલામાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને આપ પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને સમન્સ જારી કર્યા છે, એમાં બંને જણને સાત જૂને હાજર થવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

કોર્ટે જણાવ્યું હતું કે એવું લાગે છે કે બંનેને 23 મેએ હાજર થવા માટે પહેલાં સમન જારી કરવામાં આવ્યા હતા, એ તેમને નથી મળ્યા, કેમ કે તેમને કોઈ પણ કોર્ટમાં હાજર નથી થયા. એડિશનલ મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ. જે. પંચાલે કેજરીવાલ અને સિંહને સમન્સ જારી કર્યા હતા. એડિશનલ મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયેશ ચોવટિયાની કોર્ટે વડા પ્રધાનની શૈક્ષણિક ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટીની વિરુદ્ધ વ્યંગ્યાત્મક અને અપમાનજનક નિવેદનો માટે એક ગુનાઇત માનહાનિ ફરિયાદમાં આપ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને સમન્સ જારી કર્યા હતા.

આપનું ગુજરાત એકમના કાનૂની સલાહકારના પ્રમુક પ્રણવ ઠક્કરે સોમવારે કહ્યું હતું કે કેજરીવાલ અને સિંહને કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા સમન્સ અત્યાર સુધી નથી મળ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના વકીલે નવા જસ્ટિસ એસ. જે. પંચાલને આ મામલાની માહિતી આપી હતી અને કહ્યું હતું કે તેમના અનુગામી જજે આરોપીઓને 23 મેએ કોર્ટમાં હાજર થવા માટે 15 એપ્રિલે નોટિસ જારી કરી હતી.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular