Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદ ઍરપૉર્ટ પર રૂ. 13.80 કરોડની ઘડિયાળ સાથે દંપતી ઝડપાયું

અમદાવાદ ઍરપૉર્ટ પર રૂ. 13.80 કરોડની ઘડિયાળ સાથે દંપતી ઝડપાયું

અમદાવાદ: ગુજરાતમાં સ્વમગલિગની ઘટનામાં નોંધપાત્ર વઘારો થઈ રહ્યો છે. પછી ભલે તે નસીલા પદાર્થની હોય કે કિંમતી ધાતુની હોય. એમાં પણ અમદાવાદ અને જિલ્લામાં તો અલગ અલગ પેતરાથી ગેરકાયદે કામ કરવાની છાશવારે ઘટનાઓ સામે આવતી હોય છે. પછી ઈન્ટરનેશલ એરપોર્ટ હોય કે પછી કોઈ ફેક્ટરી હોય. ઍરપૉર્ટમાં હવે અબુધાબીથી આવી રહેલા દંપતી પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા રૂપિયા 13.80 કરોડની ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદ ઍરપૉર્ટથી કસ્ટમ્સ દ્વારા  જપ્ત કરાયેલી ઘડિયાળો પૈકી એક ઘડિયાળની કિંમત 12 કરોડ 50 લાખ રૂપિયા છે જ્યારે બીજી ઘડિયાળની કિંમત 1 કરોડ 30 લાખ રૂપિયા છે. આમ કુલ 13 કરોડ 80 લાખ રૂપિયાની સ્મગલિંગની ઘડિયાળો જપ્ત કરાઈ છે. પેસેન્જર બેગેજમાં લવાતી ઘડિયાળો પર 40 ટકા ડ્યુટી લેવાય છે. પણ આ દંપતિએ કસ્ટમ્સ વિભાગના અધિકારીઓની આંખોમાં ધૂળ નાંખવા માટે ઘડિયાળ હાથમાં પહેરી હતી જ્યારે બોક્સ બેગેજમાં મૂકી દીધા હતા. આ ઉપરાંત પતિ અને પત્ની અલગ-અલગ ફ્લાઇટમાં આવ્યા હતા. પતિ એર અરેબિયાની ફ્લાઇટમાં અમદાવાદ આવ્યો હતો. તેના અડધો કલાકના અંતરમાં જ ઇન્ડિગોની ફ્લાઇટમાં તેની પત્ની આવી હતી. બંને ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના અરાઇવલ પાસે કન્વેયર બેલ્ટ નજીક લગેજ લેવા માટે ઊભા હતા તે દરમિયાન લગેજ લઈને નીકળતી વખતે કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને શંકા જતાં તેમણે પૂછપરછ કરી હતી, પરંતુ દંપતીએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેથી તેમના સામાનની તપાસ કરતાં તેમાંથી ઘડિયાળના બોક્સ મળી આવ્યા હતા. જે બાદ કસ્ટમ વિભાગે પતિ-પત્નીના નિવેદનો લીધા છે અને બંનેની ધરપકડ કરવામાં આવી છે. આવી ઘડિયાળ પેસેન્જર કોના માટે લઈને આવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે. કસ્ટમ્સ અધિકારીઓએ તેમની ટ્રાવેલ હિસ્ટ્રી અને પ્રોફાઇલ ચેક કરતાં ખબર પડી કે આ દંપતી અવારનવાર દુબઈ અને અબુધાબી જાય છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે અમદાવાદ ઍરપૉર્ટ ઉપર ઘડિયાળો લેવા માટે આવેલો શખ્સ ઍરપૉર્ટના ટર્મિનલ ટુ બિલ્ડિંગની બહાર સાત કલાક સુધી રાહ જોઈને બેઠો હતો. ત્યારબાદ તેણે દુબઈમાં ફોન કર્યો હતો ત્યારે ખબર પડી કે કસ્ટમ વિભાગ એ પકડી લીધા છે ત્યાર પછી તે ત્યાંથી ભાગી ગયો હતો. અમદાવાદના ઍરપૉર્ટ પર પકડાયેલા દંપતીની મોડી રાત્રે સુધી પૂછપરછ કરાઈ હતી અને બંને જણા અબુધાબીમાં પફ્‌ર્યુમનો બિઝનેસ કરતાં હોવાનું જણાવ્યું હતું. બંને રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી છે અને એક લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે આવ્યા હતા. અમદાવાદ આવે તે પહેલા પેસેન્જરના મામાએ આ ઘડિયાળ તેમને આપી હતી અને એવું કહ્યું હતું કે તમે ઍરપૉર્ટની બહાર નીકળશો એટલે હું ફોન કરું એ વ્યક્તિને ઘડિયાળ આપી દેજો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular