Tuesday, July 8, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં કોરોનાના 105 કેસઃ લોકલ ટ્રાંસમિશનનું જોખમ વધ્યું

ગુજરાતમાં કોરોનાના 105 કેસઃ લોકલ ટ્રાંસમિશનનું જોખમ વધ્યું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કહેર બીજા રાજ્યોની સરખામણીમાં કૂદકેને ભૂસકે વરસી રહ્યો છે. ત્યારે આખા ગુજરાતમાં કોરોના વાયરસના બીજા 10 કેસો સામે આવ્યા છે આ સાથે જ હવે ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 105 પર પહોંચી ગયો છે. આજે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ કોરોનાની અપડેટ આપીને જણાવ્યું હતું. ગુજરાતમાં પ્રથમ 8 દિવમાં 44 કેસો સામે આવ્યા હતા, અને ત્યારબાદ બીજા 8 દિવસમાં 48 કેસો સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.

ગુજરાતમાં કોરોના વિશે જાણકારી આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં આજે 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ અને પાંચ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ તમામ કેસો મોટાભાગે લોકલ ટ્રાન્સમિશનના હોવાનું જણાવ્યું છે. આ સાથે જ રાજ્યમાં કુલ 105 પોઝિટિવ કેસો થયા છે. બીજી બાજુ રાજ્યમાં ચાર પોઝિટિવ દર્દીઓ સાજા થઇ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં એક 80 વર્ષીય મહિલાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં આજે કોરોનાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ સાથે જ કુલ મૃત્યાંક 9એ પહોંચ્યો છે.

ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેની સાથે જ રાજ્યમાં કોરોનાના કેસનો આંક 105 પર પહોંચ્યો છે. આજે જે નવા કેસો સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 5, ગાંધીનગરમાં 2, ભાવનગરમાં વધુ 2 કેસ અને પાટણમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવ્યો હતો.

બીજી બાજુ ગુજરાતમાં કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. આજે નોંધાયેલા તમામ કોરોનાના કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. અમદાવાદમાં નોંધાયેલા 5 કેસોની વાત કરીએ તો, આંબાવાડી, નવરંગપુરા, જમાલપુરમાં કોરોનાના કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે ગાંધીનગરમાં નોંધાયેલા બંને કેસ માણસાના છે.

જયંતિ રવિએ આજે વધુમાં જણાવ્યું હતું કે, હજુપણ કેસની સંખ્યા વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. રાજ્યમાં અનેક કેસોમાં વૃદ્ધો કોરોના સામે જંગ જીતી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, નિઝામુદ્દીનથી આવેલા તમાનનો ફરજીયાત ટેસ્ટ થશે.

ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનનું જોખમ વધી રહ્યું છે. ગુજરાતના 105 કેસ પૈકી 62 કેસ લોકલ ટ્રાન્સમિશનના હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સૌથી વધુ લોકલ ટ્રાન્સમિશનના કેસો અમદાવાદ, ગાંધીનગરમાં સામે આવી રહ્યા છે.

આજે અમદાવાદમાં આજે વધુ 5 પોઝિટિવ કેસ સાથે શહેરમાં 43 કેસો નોંધાયા છે. અમદાવાદના 5 કેસમાં 2 બાપુનગર, 1 જમાલપુર, 1 નવરંગપુરા અને 1 આંબાવાડી હીરાબાગના છે. શહેરમાં ગીચ વિસ્તાર અને ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળ્યો છે. જેમાં અમદાવાદના 43 પૈકી 21 કેસ લોકલ ટ્રાન્સમિશનના હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરના 13 પૈકી 11 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. વિદેશથી રાજ્યમાં આવેલા હોય તેવા 33 પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે અમદાવાદના કાલુપુર ભંડેરી પોળના એક પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમાં 7 વર્ષની બાળકી પણ સામેલ છે. હાલ આ તમામે તમામ SVP હોસ્પિટલમાં સારવારમાં છે. તમામ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. બાકીના બે કેસો બાપુનગરના છે જેમાં એક 17 વર્ષીય કિશોર અને 65 વર્ષીય વૃદ્ધ સામેલ છે. કાલુપુરના મલેક શાહ મસ્જિદના 68 વર્ષીય દર્દીની દિલ્હી હિસ્ટ્રી સામે આવી છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular