Friday, June 20, 2025
Google search engine
HomeNewsGujaratસરકારી મેડિકલ કોલેજ ફી વધારા પર કોંગ્રેસના પ્રહાર..

સરકારી મેડિકલ કોલેજ ફી વધારા પર કોંગ્રેસના પ્રહાર..

GMERS સોસાયટી તબીબી સ્નાતક અભ્યાસક્રમ વર્ષ 2024-25માં કરવામાં આવેલ તોતીંગ ફી વધારો પરત ખેંચવા બાબત રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને પત્ર લખી માગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતું કે, ગુજરાત રાજ્યમાં ગુજરાત મેડીકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી (GMERS)ની રચના 14 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને તે સમયે રાજ્ય સરકારે સતત એવી જાહેરાત કરી હતી કે, ‘ઓછી ફીમાં ડોક્ટરો તૈયાર કરવામાં આવશે, જે ગુજરાતની આરોગ્ય સેવાને મદદરૂપ થશે.’

પરંતુ જે રીતે રાજ્ય સરકાર દ્વારા રાતોરાત GMERSની મેડીકલ કોલેજોમાં ઝીંકાયેલો જંગી ફી વધારો જે-તે સમયની રાજ્ય સરકારની જાહેરાતથી તદ્દન વિપરીત છે. હાલ રાજ્યમાં 13 GMERS મેડીકલ કોલેજો છે. ગુજરાતમાં મોટા પાયે ડોક્ટરો, સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો, પેરા મેડીકલ સ્ટાફ, નર્સીસ સહિતના મેડીકલ ક્ષેત્રે જોડાયેલા માનવબળની મોટાપાયે ઘટ છે. એક સાથે મેડીકલની ફીમાં 67-88% સુધીના વધારાને કારણે વાલી-વિદ્યાર્થીઓ મોટી આર્થિક ચિંતામાં મુકાઈ ગયા છે. સોસાયટીની કોલેજોમાં જે રીતે રાજ્ય સરકારે ફીનો તોતીંગ વધારો કર્યો છે, તેના લીધે નીટના ઉંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને GMERSની કોલેજોમાં પ્રવેશની શક્યતા હતી તે તમામ વિદ્યાર્થી-વાલીઓ માટે કેવી રીતે નાણાંકીય આયોજન કરવું તે ગંભીર પ્રશ્ન બની ગયો છે. ગુજરાતના વાલીઓ કે જેઓ પોતાના સંતાનોને મેડીકલમાં ગુજરાત ખાતે અભ્યાસ કરાવવા માંગે છે તેઓની રજુઆત કોંગ્રેસ પક્ષને મળી હતી. મેડીકલમાં જંગી ફી વધારા અંગેની વાલીઓની ચિંતા વ્યાજબી છે. સરકારી મેડિકલ કોલેજની ફીને લઈ ગત વર્ષની માફક આ વખતે વાલીઓનો વિરોધ જ ન થાય તેવા બદઈરાદાપૂર્વક સરકારે પ્રવેશ પહેલા જ તોતિંગ ફી વધારો જાહેર કર્યો છે.

સરકારી ક્વોટાની બેઠકોમાં અત્યાર સુધીમાં વાર્ષિક રૂપિયા ૩.૩૦ લાખ ફી લેવામાં આવતી હતી જેમાં 66.66%ના વધારા સાથે રૂપિયા 5.50 લાખ ફી કરાઈ છે. મેનેજમેન્ટ ક્વોટાની ફી 88.88% વધારી 9 લાખથી વધારીને 17 લાખ કરવામાં આવી છે. મેડિકલ કોલેજોની ફીમાં ગત વર્ષે તા.ર૦ જુલાઈના રોજ જે ફી વધારા સાથે પરિપત્ર પ્રસિદ્ધ કરાયો હતો એમાં માત્ર તારીખ જ બદલવામાં આવી છે. બાકી કોઈ ફેરફાર કરાયો નથી. આગામી દિવસોમાં ફી વધારો પાછો નહિ ખેંચાય તો કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. આંદોલન કરશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular