Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratનાના-મોટા વેપારીઓને ફરજિયાત રસી લેવા કલેક્ટરનું જાહેરનામું

નાના-મોટા વેપારીઓને ફરજિયાત રસી લેવા કલેક્ટરનું જાહેરનામું

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ ઘટતાં રાજ્યમાં ધીમે-ધીમે છૂટછાટ આપવાની શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી 11 જૂનથી વધુ છૂટછાટ આપવામાં આવી છે. આજથી અમદાવાદમાં છૂટછાટ મુજબ મંદિર, મોલ, બગીચાઓ ખૂલી ગયા છે. જોકે કોરોના સંક્રમણને લઈને અમદાવાદ કલેક્ટરનું જાહેરનામું પાડવામાં આવ્યું છે. જે મુજબ અમદાવાદમાં શાકભાજી, દુકાનદારો, ચા વાળા, લારીવાળા, હોટલવાળા માટે રસી લેવી ફરજિયાત કરાવવામાં આવી છે.

અમદાવાદ કલેક્ટર દ્વારા રસી અને RT-PCR ટેસ્ટને લઈને સુપરસ્પ્રેડરની સંખ્યા ન વધે એ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદમાં હવેથી શાકભાજી, દુકાનદારો, ચા વાળા, લારીવાળા, હોટલવાળા માટે આ જાહેરનામાનું અમલીકરણ કરવામાં રહેશે. આ તમામ લોકોએ શક્ય એટલા વહેલી તકે રસી લેવાની રહેશે.  જો રસી ન લીધી હોય તો 10 દિવસ જૂનો ના હોય તેવો RT-PCRનો રિપોર્ટ સાથે રાખવો પડશે.

આ તમામ વેપારીઓએ સક્ષમ અધિકારીઓને રસી લીધાનું સર્ટિફિકેટ કે RT-PCR ટેસ્ટ બતાવવાનો રહેશે. આજ રાત 12 વાગ્યાથી આ જાહેરનામાનું અમલીકરણ થશે. પોલીસ અધિકારીઓ નગરપાલિકાના અધિકારીઓ અમલીકરણ કરાવશે. મહાનગરપાલિકા સિવાયના જિલ્લા વિસ્તારમાં આ જાહેરનામું લાગુ પડશે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular